રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફરાળના નામે વ્રત ભાંગવાનું પાપ: ફૂડ વિભાગની મૂક સંમતિ

04:01 PM Aug 20, 2024 IST | admin
Advertisement

41 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ છતાં મકાઈના લોટમાંથી બનતી ફરાળી પેટીસ ફૂડ વિભાગને દેખાઈ નહીં

Advertisement

શ્રાવણ માસ શરૂ થતાં જ ફરાળી પેટીસનો વેપલો ચોરે ચોકે શરૂ થયો છે. અનેક ધંધાર્થીઓ ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરી ભાવિકોના વ્રત ભાંગતા હોવાનું ફૂડ વિભાગે પકડી પાડ્યું છે. છતાં આ વર્ષેસુધી એક પણ પેટીસના ધંધાર્થીઓ અને અન્ય ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી મકાઈનો લોટ પકડાયો નથી. જેમાં આજે પણ 41 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી પરંતુ એક પણ સ્થળેથી ફરાળના નામે લોકોના વ્રત ભાંગતા હોય તેવા વેપારી પકડાયા નથી. જ્યારે મન મનાવવા ફૂડ વિભાગે પાંચ સ્થળેથી ફરાળી પેટીસ અને મરચા પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. જેના લીધે વ્રત ભાંગવાનું પાપ કરતા ધંધાર્થીઓને ફૂડ વિભાગે મૃકસંમતિ આપી હોય તેવું લાગી રહ્યું છે.

ચેકીંગ દરમિયાન (01)અમૃતમ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી વલ્લભ ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઓમ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)દ્વારકાધીશ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જરિયા ડાઈનીંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સાંઈ કૃપા ડાઈનિંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય માતાજી ડાઈનિંગ હોટલ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રોનક મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)રામદૂત રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રોનક પાન એન્ડ કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)શ્રી દેવ ચામુંડામાં પાણીપુરી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)જય જલારામ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)નાગદાદા રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)આત્મીય કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)મોમાઈ હોટલ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મહાદેવ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)જય ખોડિયાર મઠો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)પટેલ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)માહિ મયુર ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (20)બીગ ફાસ્ટ ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.

Tags :
foodepartmentgujaratgujarat newsrajkotrajkot newsRMCsin of breaking fast
Advertisement
Next Article
Advertisement