કોંગી કોર્પોરેટરના ભત્રીજાએ એએસઆઇનો કોલર પકડી કહ્યું, ‘તું કેવી રીતે ગાડી ટો કરે છે હુ જોવ છું’
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ટ્રાફિક બ્રાંચના સ્ટાફે એક કારને ટો કર્યા બાદ દંડ ભરવાનું કહેતા બે શખ્સોએ એએસઆઈને બેફામ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ-ડિવીઝન પોલીસમાં નોંધાઈ છે.જેના આધારે પોલીસે ફરજમાં રૂૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી બંનેને સકંજામાં લઇ લીધા હતા.
ટ્રાફિક બ્રાંચના એએસઆઈ નિર્મળસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,સરદારનગર મેઈન રોડ પર ટ્રાફિકને અડચણરૂૂપ એક આઈ ટવેન્ટી કાર પડી હતી.જેથી ક્રેઈનને રોકી ટીઆરબી વિનોદ સોલંકીને તે કારને લોક મારવાનું જણાવ્યું હતું. લોક માર્યા બાદ ત્યાંથી રવાના થઈ ગયા હતા. થોડી વાર બાદ એક કોલ આવ્યો હતો. જેમાં સામેવાળાએ જણાવ્યું કે તમે અત્યારે જે કારને લોક માર્યો છે તે મારી છે, જેથી તમે અહીંયા આવી જાવ.
પરિણામે તત્કાળ એસ્ટ્રોન ચોક પાસે પહોંચ્યા હતા. જયાં કારનો માલીક અને તેની સાથેનો એક શખ્સ આવ્યા હતા. બંનેએ પૂછયું કે કેટલો દંડ છે. જેથી રૂૂા.600 હોવાનું કહેતા તે શખ્સોએ કોઈને કોલ લગાડી તેને વાત કરવાનું કહ્યું હતું.જેનો તેણે ઈન્કાર કરતાં સામેથી દંડ ભરવાનો ઈન્કાર કરાયો હતો.જેથી તે કાર ટો કરતાં બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ કહ્યું કે હું જોઈ લવ છું,તે સાથે જ ગાડી ટો કરવા માટેની પ્રક્રિયા શરૂૂ કરતાં જ બંને શખ્સોએ તેનો કોલર પકડી,તું કેવી રીતે ગાડી ટો કરે છે તેમ કહી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી બંને શખ્સોને ટીઆરબીની મદદથી ઝડપી લઈ ક્રેઈનમાં બેસાડી એ- ડિવીઝન પોલીસ મથકે લઈ જઈ ગુનો દાખલ કરાવ્યો હતો. બંને શખ્સોના નામ બીલાલ દિલાવર ઉઠમણાં (રહે. દૂધસાગર રોડ, હૈદરી ચોક) અને અકરમ રફિકભાઈ દાઉદાણી (રહે. ઘાંચીવાડ શેરી નં.7) હતા.અક્રમ કોંગી કોર્પોરેટરનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે.