નકલી નંબર પ્લેટ લગાવી કારમાં દારૂની ડિલિવરી કરવા જતા બે રાજસ્થાની 372 બોટલ સાથે ઝડપાયા
પોલીસે વોચ ગોઠવી માલીયાસણ પાસેથી દબોચી લીધા, 9.96 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેરની ભાગોળે અમદાવાદ તરફથી આવી રહેલી કારમાં દારૂૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એલસીબી-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગર,સત્યજિતસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા,રવીરાજભાઈ પટગીર અને વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે માલિયાસણ નજીક વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર આવતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂૂ.1.86 લાખનો 372 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના ગામના શ્રવણ રામજીવન કાવા અને સુરેશ ભૈરારામ માંજુની ધરપકડ કરી હતી. દારૂૂનો જથ્થો ક્યાંથી લઇ અવાયો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે બંનેની પૂછપરછ શરૂૂ કરી હતી.
અમદાવાદ તરફથી આવી રહેલી કારમાં દારૂૂનો જથ્થો હોવાની માહિતી મળતાં એલસીબી-1ની ટીમે માલિયાસણ નજીક વોચ ગોઠવી હતી. નિયત નંબરની કાર આવતાં જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂૂ.1.86 લાખનો 372 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના ગામના શ્રવણ રામજીવન કાવા અને સુરેશ ભૈરારામ માંજુની ધરપકડ કરી હતી. દારૂૂનો જથ્થો ક્યાંથી લઇ લવાયો હતો અને કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે પોલીસે બંનેની પૂછપરછ શરૂૂ કરી હતી.