ભરતસિંહ સોલંકી જન્મદિવસે કરશે કમબેક, અમદાવાદમાં શક્તિ પ્રદર્શન
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીના આગામી તા. 26મી નવેમ્બરે જ્મ દિવસે અમદાવાદ ખાતે શક્તિપ્રદર્શનનું આયોજન કરવામાં આવતા કોંગ્રેસમાં ચર્ચા જાગી છે. આ કાર્યક્રમ માટે ભરતસિંહ સોલંકીના ટેકેદારો દદ્વારા ‘જન યોદ્ધા જન હિતેચ્છુ જન મિત્રના નામે ગુજરાતમાં બેનર્સ પણ મારવામાં આવ્યા છે. રાજકોટમાં પણ મહેશ રાજપૂત દ્વારા રીક્ષાઓ પાછળ ભરતસિંહ સોલંકીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા પોસ્ટરો મારવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીના જન્મ દિવસને જનયોદ્ધા દિવસ તરીકે જાહેર કરાયો છે. અને સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેકના સ્લોગન પણ મારવામાં આવ્યા છે.
આ અગાઉ ભરતસિંહ સોલંકી વિવાદમાં ફસાતા પોતાની રીતે જ થોડો સમય માટે રાજકારણમાંથી વિરામ લીધો હતો પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભરતસિંહ સોલંકી જોયશારથી કમબેક કરી રહ્યાનું મનાય છે.
તા. 26મીએ મંગળવારે અમદાવાદમાં નિસર્ગ ફાર્મ-સોલા ખાતે યોજાનાર ભરતસિંહ સોલંકીના જન્મ દિવસની ઉજવણીમાં 20 હજાર જેટલા ટેકેદારો ઉપસ્થિત રહેનાર છે. અને તેમાં ભરતસિંહ કોઈ મોટુ એલાન કરે તેવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે.