રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાંડ સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર છે પણ ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત છે

11:43 AM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આપણાં રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે. હવે હેલ્થ-કોન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા. ગોળ હોય કે ખાંડ બંને શેરડીના રસમાંથી જ બને છ. પરંતુ બંનેની પ્રોસેસ અલગ-અલગ હોય છે. તેથી જે પોષક તત્વ ગોળમાંથી મળે છે તે ખાંડમાંથી નથી મળતા. જો ગોળ અને ખાંડની સરખામણી કરવામાં આવે તો ગોળમાં કુદરતી ખાંડ હોય છે, જે તેને સુપર ફૂડ બનાવે છે. વધુમાં તેમાં વધુ વિટામિન્સ અને ખનિજો હોય છે.

આપણા દેશમાં ગોળ ખાવાની પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે. વિશ્વમાં 70 ટકા ગોળનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ થાય છે. આયુર્વેદમાં ગોળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવ્યો છે.

ગોળના તત્વો વિશે વાત કરવામાં આવે તો સારી ગુણવત્તાના ગોળમાં 70 ટકા સુક્રોઝ હોય છે, જ્યારે સફેદ ખાંડમાં 99.7 ટકા સુક્રોઝ હોય છે. સફેદ ખાંડમાં પ્રોટીન, ચરબી, ખનિજો કે વિટામિન્સ હોતા નથી. જ્યારે ગોળમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ હોય છે.

ખાંડ ખાલી કેલરી છે જ્યારે ગોળમાં ખનિજો, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો હોય છે, જે તેને શરીરના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે વધુ સારો સ્ત્રોત બનાવે છે. આયુર્વેદ અનુસાર, ગોળમાં એન્ટિ-એલર્જિક ગુણ હોય છે અને તે શ્વાસની વિવિધ વિકૃતિઓ જેમ કે અસ્થમા, ઉધરસ, શરદી અને છાતીમાં કફની સારવારમાં મદદ કરે છે. જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી તે શરીરમાંથી વધારાનું ઝેર દૂર કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે. ખાંડના સેવનની ઘણી વ્યાપકપણે માનવામાં આવતી ખરાબ અસરોને કારણે, ઘણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોએ તેને ગોળ અથવા અન્ય ખાંડના વિકલ્પો સાથે બદલ્યો છે.

-ગોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશી અને રક્તવાહિનીને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.ગોળ ખાવાથી પાચન સ્વાસ્થ્યમાં વિશેષ સુધારો જોવા મળે છે. ગોળ ખાવું પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Tags :
Health tipsindiaindia newsjaggeryjaggery BENEFIT
Advertisement
Next Article
Advertisement