For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસ

05:39 PM Nov 22, 2024 IST | Bhumika
જીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસ
Advertisement

410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વેરા વિભાગે સીલિંગ, જપ્તી અને ડિમાન્ડ નોટિસ સહિતની કાર્યવાહી પુરજોશમાં શરૂ કરી

રાજકોટ શહેરમાં આવેલ 5.40 લાખ મિલ્કતો પૈકી અડધો અડદ મિલ્કત ધારકો સમયસર મિલ્કતવેરો ભરતા નથી. તેવી જ રીતે સરકારી કચેરીઓ અને પ્રાઈવેટ કંપનીઓના એકમો દ્વારા પણ વેરો ભરપાઈ ન થતાંં મનપાનો વાર્ષિક લક્ષ્યાંક ક્યારેય પુરો થતો નથી. આથી વેરાવિભાગ દ્વારા જાન્યુઆરી માસથી સીલીંગ, જપ્તી સહિતની કાર્યવાહી શરૂ કરાય છે. જે અંતર્ગત સૌપ્રથમ બે થી ત્રણ વર્ષનો વેરો બાકી હોય તેવા મોબાઈલ કંપનીઓના 50થી વધુ ટાવરો જપ્ત કરવાની નોટીસ ફટકારવમાં આવી છે. અને બાકી રહી ગયેલા 11,298 મોટા બાકીદારોને નોટીસ આપવાનો પ્રારંભ કરાયો છે.

Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરો બાકી હોય તેવા કુલ 304248 આસામીઓને બીલ તથા નોટીસ પોસ્ટ મારફત મોકલવામાં આવી છે. તેવી જ રીતે મોટા બાકીદારોને પણ સીલીંગ અને જપ્તી સાથેની નોટીસ આપવામાં આવી છે. પરંતુ અલગ અલગ કંપનીઓના મોબાઈલ ટાવરનો ભાવ ઘટાડો કરવા માટેની અરજી સરકારમાં પેન્ડીંગ છે. જેના લીધે મનપા દ્વારા મોબાઈલ ટાવરનો વેરો લેવામાં તકલીફ પડી રહી છે. છતાં અમુક કંપનીના મોબાઈલ ટાવરનો વેરો નોટીસ બાદ જમા થઈ રહ્યો છે. જેની સામે અમુક કંપનીના મોબાઈલ ટાવરનો બે થી ત્રણ વર્ષનો વેરો ચડત થઈ ગયેલ હોય જીઓ, બીએસએનએલ સહિતની કંપનીઓના 50થી વધુ મોબાઈલ ટાવરના લાખો રૂપિયાના ઉઘરાણા માટે મનપાએ જપ્તીની નોટીસ ફટકારી છે. આ અંગે વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેવા મોબાઈલ ટાવરને પ્રથમ જપ્તીની નોટીસ આપવામાં આવી છે. છતાં વેરો ભરપાઈ નહીં થાય તો મોબાઈલ ટાવર સીલ કરવા સહિતના પગલા લેવામાં આવશે.

રાજકોટ શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન મિલકતર્વો,પાણી વેરી ભરપાઇ કરવા માટે કુલ 3,04,248 બિલ તથા નોટીસ પોસ્ટ મારફત બજાવવામાં આવેલ છે. તદઉપરાંત કુલ 11298 મોટા બાકીદારોને નોટિસ રૂૂબરૂૂ ઇન્સ્પેકટર દ્વારા બજાવવામાં આવેલ છે. હરરાજી માટે તા:-12-11-2024 નાં રોજ 47 મિલકત ની હરરાજી કરવા માટેનાં ઈરાદાની જાહેરાત પ્રસીધ્ધ કરવામાં આવેલ છે.. રાજકોટ મહાનગરપાલિકા નાં તમામ ઝોન દ્વારા તા:-12-11-2024 સુધીમાં 505 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. રીકવરી શાખા દ્વારા કરવામાં આવતી મોટી રકમના બાકીદારોને રૂૂબરૂૂ ‘બિલ-કમ-ડીમાન્ડ નોટીસની બજવણી કરવી.

તમામ વેરાની રિકવરી, સિલિંગ અને જરુર જણાયે હરરાજી કરવા અંગેની તમામ આનુષંગીક કામગીરી. તમામ વેરાના ચેક પરતનાં કિસ્સામાં વેરાની રકમની ચુકવણી અને જરૂૂર જણાયે પોલીસ ફરિયાદ દાખલ કરવી.. કોર્ટ કેસના કિસ્સામાં પારા વાઇઝ રિમાર્ક્સ/કોર્ટ નાં ચુકાદા પરત્વે વેરાની વસૂલાત કરવી. રિકવરી પ્રક્રિયા દરમિયાન ધ્યાને આવેલ, ફેર-આકારણી પાત્ર/આકારણી ન થયેલ મિલકતોની જાણ એસેસમેન્ટ સેલને કરવી. વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરાનો કુલ ટારગેટ રૂૂપિયા 410 કરોડની સામે રૂૂપિયા 307 કરોડની વસુલાત આજ સુધીમાં પૂર્ણ કરવામાં આવેલ છે.

ચેક રિટર્ન થયે પોલીસ ફરિયાદ થશે
મિલ્કતવેરાના બાકીદારો દ્વારા જપ્તી અને સીલીંગની કાર્યવાહી દરમિયાન મનપાના અધિકારીઓને ભગાડવા માટે સ્થળ પર વેરાની રકમનો ચેક આપી દેવામાં આવતો હોય છે. આ ચેક પૈકી મોટાભાગના ચેક બેન્કમાં બેલેન્સ ન હોવાના કારણે રિટર્ન થતાં હોય વેરાવિભાગના સ્ટાફને કારણ વગરની ડબલ મહેનત કરવી પડી રહી છે. જેના લીધે હવે મહાનગરપાલિકા વેરા પેટે આપેલો ચેક રિટર્ન થશે તો યોગ્ય કારણ નહી જણાવાય ત્યારે ચેક આપનાર આસામીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.

8 માસમાં 505 મિલકતોને લાગ્યા સીલ
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા એક લાખથી વધુ વેરો બાકી હોય અને વર્ષોથી વેરો ભરપાઈ ન કર્યો હોય તેવા આસામીઓ વિરુદ્ધ બારેમાસ સીલીંગ જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે સ્પેશિયલ રિકવરી સેલની રચના કરવામાં આવી છે. એપ્રિલ માસથી આજ સુધી સિલિંગ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત ત્રણેય ઝોનમાં કોમર્શીયલ અને રહેણાકના 505 મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે. તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement