ખાંડ સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર છે પણ ગોળ સ્વાસ્થ્ય માટે અમૃત છે
આપણાં રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે. હવે હેલ્થ-કોન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા. ગોળ હોય કે ખાંડ બંને શેરડીના રસમાંથી જ બને છ. પરંતુ બંનેની પ્રોસેસ અલગ-અલગ હોય છે. તેથી જે પોષક તત્વ ગોળમાંથી મળે છે તે ખાંડમાંથી નથી મળતા. જો ગોળ અને ખાંડની સરખામણી કરવામાં આવે તો ગોળમાં કુદરતી ખાંડ હોય છે, જે તેને સુપર ફૂડ બનાવે છે. વધુમાં તેમાં વધુ વિટામિન્સ અને ખનિજો હોય છે.
આપણા દેશમાં ગોળ ખાવાની પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે. વિશ્વમાં 70 ટકા ગોળનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ થાય છે. આયુર્વેદમાં ગોળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવ્યો છે.
ગોળના તત્વો વિશે વાત કરવામાં આવે તો સારી ગુણવત્તાના ગોળમાં 70 ટકા સુક્રોઝ હોય છે, જ્યારે સફેદ ખાંડમાં 99.7 ટકા સુક્રોઝ હોય છે. સફેદ ખાંડમાં પ્રોટીન, ચરબી, ખનિજો કે વિટામિન્સ હોતા નથી. જ્યારે ગોળમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ હોય છે.
ખાંડ ખાલી કેલરી છે જ્યારે ગોળમાં ખનિજો, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો હોય છે, જે તેને શરીરના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે વધુ સારો સ્ત્રોત બનાવે છે. આયુર્વેદ અનુસાર, ગોળમાં એન્ટિ-એલર્જિક ગુણ હોય છે અને તે શ્વાસની વિવિધ વિકૃતિઓ જેમ કે અસ્થમા, ઉધરસ, શરદી અને છાતીમાં કફની સારવારમાં મદદ કરે છે. જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી તે શરીરમાંથી વધારાનું ઝેર દૂર કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે. ખાંડના સેવનની ઘણી વ્યાપકપણે માનવામાં આવતી ખરાબ અસરોને કારણે, ઘણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકોએ તેને ગોળ અથવા અન્ય ખાંડના વિકલ્પો સાથે બદલ્યો છે.
-ગોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશી અને રક્તવાહિનીને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.ગોળ ખાવાથી પાચન સ્વાસ્થ્યમાં વિશેષ સુધારો જોવા મળે છે. ગોળ ખાવું પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- ગોળ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ગોળ લોહીના હાનિકારક ટોક્સિનને બહાર કાઢી અને ત્વચાને સાફ રાખવામાં મદદરૂૂપ થાય છે. એનાથી રક્ત સંચાર પણ વ્યવસ્થિત બને છે. નિયમિત રીતે ગોળ ખાવાથી ખીલની સમસ્યા થતી નથી અને ત્વચાની ચમક પણ બની રહે છે. નિયમિત રીતે ગોળ ખાવાથી ત્વચાની સમસ્યાઓ માંથી છુટકારો મળે છે.
- ગોળ શરીરની ઊર્જા અને સ્ફૂર્તિ વધે છે. વધુ થાક અને શરીરમાં કમજોરી અહેસાસ થતો હોય તો ગોળ ખાવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. ઉપરાંત ઉર્જા શક્તિ વધારવા માટે ગોળ ખાવો ફાયદાકારક છે.
- ગોળમાં રહેલ ફાઈબરની માત્રા તેને ખાસ બનાવે છે. ગોળ કબજિયાતને રોકવામાં અને આંતરડાની ગતિની પ્રક્રિયાને સરળ બનાવવા સાથે, યોગ્ય પાચન જાળવવામાં મદદરૂૂપ થઈ શકે છે. ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ જમ્યા પછી ગોળ ખાવાની ટેવ પાચનક્રિયા માટે ફાયદાકારક કહેવાય છે.
- -લીવરને ડિટોક્સ કરે છે. ગોળનું સેવન ખાસ કરીને યકૃતમાંથી ઝેરી અસર ઘટાડવા અને તેના કાર્યોને યોગ્ય રાખવા માટે ફાયદાકારક છે. ગરમ પાણીમાં ગોળ મિકસ કરી તેનુ સેવન પણ દેશી ડિટોક્સ ડ્રિંક તરીકે ફાયદાકારક હોવાનું કહેવાય છે. ગોળમાં રહેલા પોષક તત્વો શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. ગોળના નિયમિત સેવનની ટેવ પાચન અંગો માટે વિશેષ ફાયદાકારક સાબિત થાય છે.
- -ગોળનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે પણ ગોળ ખાવાથી ફાયદો થઈ શકે છે. ગોળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે વજન ઘટાડવા માટે જરૂૂરી માનવામાં આવે છે. તે તમને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં અને ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે વજનને નિયંત્રિત કરવા માટે ખાસ કરીને ગોળનો ઉપયોગ ફાયદાકારક છે.
- ગોળનો ઉપયોગ પણ રોજીંદા જીવનમાં જરુરી માત્રામાં કરવો. વધુ પડતો ગોળ ખાવો પણ નુકસાનકારક છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સાબિત થયું છે કે, ખાંડની સરખામણીમાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ગોળ પણ સંતુલિત માત્રામાં ખાવો જોઈએ.