રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્ત્રી-2નો બોક્સ ઓફિસ પર દબદબો, 200 કરોડમાં એન્ટ્રી પાકી

12:24 PM Aug 19, 2024 IST | admin
Advertisement

રવિવાર સાંજ સુધીનું કલેક્શન રૂા.163 કરોડથી વધુ

Advertisement

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ હાલ ચર્ચામાં છે.. તેનું કારણ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી-2 છે. આ ફિલ્મે ત્રીજા દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો, અને ચોથા દિવસે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરીને હવે 200 કરોડના ક્લબમાં સામેલ થવા તરફ આગેકૂચ કરી રહી છે. સ્ત્રી 2 દરરોજ બોક્સ ઓફિસ પર સફળતાના નવા પરિમાણો સ્થાપિત કરી રહી છે.

આ ફિલ્મ દરેક પસાર થતા દિવસની સાથે મોટી કમાણી કરી રહી છે. પસ્ત્રી 2 નસ્ત્રએ શનિવારે ત્રીજા દિવસે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો, અને હવે ચોથા દિવસે આ ફિલ્મે 160 કરોડનો આંકડો પાર કરી લીધો. આ ફિલ્મની રવિવારની કમાણી સાંજના 5.30 સુધીમાં 31.25 કરોડ રૂૂપિયા થઇ છે. કુલ કલેક્શન રૂૂ. 163 કરોડથી વધુ કલેક્શન થયું હતું.

Tags :
EntertainmentEntertainmentnewsindiaindia newsshtree2
Advertisement
Next Article
Advertisement