ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુનાની કંપનીના મહિલા પ્રોપરાઈટરને 1.67 કરોડના 11 ચેક રિટર્ન કેસમાં સાડા સોળ વર્ષની જેલ

05:28 PM May 06, 2025 IST | Bhumika
Advertisement

પુનાની અર્નવ એન્જિનિયર્સના મહિલા માલીક વૈશાલી શીંદેને કુલ રૂૂ.1.67 કરોડના જુદા જુદા 11 ચેકો રિટર્ન થવાના કેસોમાં કોર્ટે દરેક કેસોમાં દોઢ-દોઢ વર્ષની સજાઓ મળી સાડા સોળ વર્ષની કેદ અને દરેક ચેકના નાણા ફરીયાદીને એક માસમાં ચુકવવામાં કસુર કરે તો દરેક કેસમાં વધુ છ-છ માસની સજાનો પણ હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગ રાજકોટના આજી વસાહતની રવિ મેટલ ટીટ્રમેન્ટના પ્રોપ્રાઇટર રમેશભાઇ રાચ્છ સાથે પુનાની અર્નવ એન્જિનિયર્સના પ્રોપરાઈટર વૈશાલી વિનોદરાય શીંદેએ ધંધાકીય સંબધો કેળવી ધંધાના ઉપયોગ માટે રમેશભાઇ પાસેથી બે કરોડની 2કમ મેળવી 3 લાખ પરત કરી બાકી 1 કરોડ 97 લાખ પરત કરવા આપેલ 14 ચેકો રિટર્ન થતા તે સંબધે નીચેની અદાલતમાં 14 કેસો દાખલ કર્યા હતા.

Advertisement

જે કેસો ચાલવા દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઊભા કરીને 28 જેટલી રિવિઝન અરજીઓ થઈ હતી. અને કાનૂની જંગ દરમિયાન કુલ-3 કેસોના રૂૂા.30 લાખનું પેમેન્ટ કરી કુલ રકમ રૂૂા.1.67 કરોડ પરત ન કરતા બાકી રહેલા 11 કેસો અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને દરેક કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલસજાઓ મળી કુલ 11 કેસોમાં સાડા સોળ વર્ષની સજા ઉપરાંત ચેકોની રકમ રૂૂા.1.67 કરોડ એક માસમાં ફરીયાદીને ચુકવવામા કસુર કરે તો દરેક કેસમાં વધુ છ-છ માસની સજા ફરમાવતો હુકમ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયા હતા.

Tags :
female proprietorindiaindia newsPune companyPune company femalerajkot
Advertisement
Next Article
Advertisement