ઘંટેશ્ર્વર ટીપી 46ના વાંધા સૂચનો માટે છેલ્લી તક
45 સરવે નંબરના સમાવેશ સાથેનો ડ્રાફટ તૈયાર, તા.5-1-26 સુધીમાં ખાતેદારોએ વાંધા રજૂ કરવા સુચના
મહાનગરપાલિકા દ્વારા તા.20/5/25ના રોજ ઠરાવ મજૂર કરી ઘંટેશ્ર્વર ટીપી સ્કીમ નં.36નો ઇરાદો જાહેર કરેલ અને જમીન માલિકો તથા હિત સંબંધ ધરાવનાર આસામીઓને વિસ્તૃત સમજુતી આપવા તેમજ વાંધા સૂચનો રજૂ કરવા માટેની સુચના આપવામાં આવેલ હવે આ યોજના મંજૂરી અર્થે સરકારમાં રજૂ કરવાની હોવાથી બાકી રહી ગયેલા ખાતે દારો સહિતનાને વાંધા સૂચનો રજૂ કરવા માટે વધુ એક તક આપવામાં આવી છે. જે મુજબ આજથી તા.5/1/26 સુધી આ યોજના હેઠળ આવતા તમામ વ્યક્તિઓ વાંધા સૂચનો મોકલી શકશે. ત્યારબાદ અધિક નિયમની કલમ હેઠળ મંજૂરી અર્થે સરકારને ડ્રાફટ મોકલવામાં આવશે.
ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તા. 20/05/2025નાં ઠરાવનં.07 થી મુસદ્દારૂૂપ નગરરચના યોજનાનં. 46(ઘંટેશ્વર) તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરેલ છે. આયોજનામાં નીચે પ્રમાણેના રેવન્યુ સર્વે નંબર તથા તેના પેટા ભાગોના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ગામ ઘંટેશ્વરનાં રેવન્યુ સર્વે નં. 1, 24, 25, 26, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51, 52. 53, 54, 55, 7, 57, 58, 59, 50, 61, 62, 63, 64, 65, 66, 67, 79, તથા સરકારી ખરાબાના રે.સ.નં. 150/પૈકીની જમીન આથી નિયમો-1979નો નિયમનં.17ની જોગવાઈ હેઠળ ઉપરોકત યોજનાનં.46 (ઘંટેશ્વર)ની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને જમીન માલીકોની સભા તા.05/12/2025 ને શુક્રવારનાં રોજ બોલાવવામાં આવેલ હતી.
જેમાં જમીન માલીકો તથા હિત સંબંધ ધરાવનાર આસામીઓને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-42 પેટા કલમ (1) (2) તથા નિયમો-1979 ના નિયમ-18ની જોગવાઈઓ હેઠળ યોજનાનો મુસદ્દો ઘડીને યોજનાની જોગવાઈઓને પારપાડવા માટેના વિનિયમોનો મુસદ્દો એકસ્ટ્રા ઓર્ડીનરી રાજયપત્ર નં.8277 વોલ્યુમ LXVI પેજ નં.ર તા.06/12/2025 થી પ્રસિધ્ધ થયેલ છે. જે મુજબ તા.06/12/2025 થી તા.05/01/2026 (એકમાસ) સુધીમાં આ યોજના હેઠળ અસર પામેલ કોઈ વ્યકિત કે હિત સંબંધ ધરાવતી વ્યકિત આવી યોજના અંગેના કોઈ વાંધા સુચનો રાજકોટ મહાનગરપાલિકાને લખી જણાવશે તો મહાનગરપાલિકા અધિનિયમ-1976ની કલમ-47ની જોગવાઈ હેઠળ યોજનામાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેશે.
રાજકોટ મહાનગરપાલિકાના જ.બો.ઠ.નં.07 તા.20/05/2025 થી ઠરાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આયોજનાને લગતી હવે પછીની તમામ કાર્યવાહી જેવીકે કલમ-42 હેઠળની પ્રસિદ્ધિ, કલમ-47 હેઠળ વાંધા સુચનોની વિચારણા કરવા તેમજ તેને આનુસાંગિક તમામ કાર્યવાહી કરવા સત્તા આપી અધિકૃત કરવામાં આવેલ છે. મુસદ્દારૂૂપ નગરરચના યોજના રાજકોટનં. 46(ઘંટેશ્વર)નો મુસદ્દો, વિનિયમો, નકશા વિગેરે રાજકોટ મહાનગરપાલિકા, ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મધ્યસ્ય ટી.પી.શાખા, ત્રીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે આવેલ કચેરીમાં રજા સિવાયના દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જોવા મળી શકશે તથા તે અંગે યોગ્ય સમજુતી આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરોકત વિગતે કલમ-42 હેઠળ રાજયપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રણ માસની અંદર અધિનિયમની કલમ-48ની જોગવાઈઓ હેઠળ મંજુરી અર્થે સરકારને સાદર કરવામાં આવશે. જેની સર્વે લાગતા વળગતાએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.