રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્લાસ્ટર કામ કરતો શ્રમિક યુવાન અકસ્માતે 11મા માળેથી પટકાતા મોત

04:23 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બિલ્ડીંગમાં પ્લાસ્ટર કામ કરતો શ્રમિક યુવાન અકસ્માતે 11માં માળેથી નીચે પટકાતા કરૂૂણ મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મૂળ કાલાવડના વતની અને હાલ નાનામવા રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને કડિયાકામ, પ્લાસ્ટર કામ કરતા શૈલેષભાઈ ગોવિંદભાઈ ચંદ્રપાલ નામનો 31 વર્ષનો યુવાન બપોરના નવા 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત એકવાબ્લુ નામની બિલ્ડીંગનું રીનોવેશન કામ ચાલતું હતું. ત્યાં પ્લાસ્ટર કામ કરતા હતા ત્યારે અકસ્માતે 11માં માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતા તાલુકા પોલીસના જમાદાર ક્રિપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટના અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Tags :
11thfallingfloorfromTheyoung plasterer worker dies after accidentally
Advertisement
Next Article
Advertisement