રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુનિવર્સિટી રોડ ઉપર કોમ્પ્લક્સના પાર્કિંગમાં લટકતા વાયરમાં ફાંસો ખાઇ યુવકનો આપઘાત

04:31 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ કોમ્પલેક્ષના પાર્કિંગમાં લટકતા વાયરમાં ગળેફાંસો ખાઇ નેપાળી યુવાને આપઘાત કરી લીધો હતો યુવકના આપઘાતથી માસુમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ કોમ્પલેક્ષના પાર્કિંગમાં લટકતા વાયરમાં રમેશ પદમસિંહ પરિહાર નામના 28 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશ પરિહાર મૂળ નેપાળનો વતની છે. અને અહીં રહેતા બેન બનેવી સાથે રહેતો હતો. એરપોર્ટ સર્કલ પાસે બનેવીની ખાણી પીણીની લારી છે ત્યાં કામ કરે છે અને રમેશ પરિહારને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે

Advertisement

Tags :
onroadUniversityyoung man committed suicide after being trapped in a wire hanging in the parking lot of a complex
Advertisement
Next Article
Advertisement