For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવા નાટય લેખિકા કામ્યા ગોપલાણીનું બીજું પુસ્તક ‘સિદ્ધિથી પ્રસિદ્ધી સુધી’ પ્રકાશિત

04:45 PM Dec 15, 2023 IST | Sejal barot
યુવા નાટય લેખિકા કામ્યા ગોપલાણીનું બીજું પુસ્તક ‘સિદ્ધિથી પ્રસિદ્ધી સુધી’ પ્રકાશિત

યુવા લેખિકા, પત્રકાર, નાટ્ય લેખક કામ્યા ગોપલાણીનું બીજું પુસ્તક ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી’ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ‘સિદ્ધિથી પ્રસિદ્ધિ સુધી’ લઘુનવલ છે જેમાં પત્રકારત્વ જીવનનાં કેવા સંઘર્ષો હોય છે? પત્રકારોનું જીવન કેવું હોય છે ? તે કાલ્પનિક પાત્રો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કામ્યા ગોપલાણીએ આ પુસ્તક પોતાના સર્વે પત્રકાર મિત્રોને અર્પણ કર્યું છે. વરિષ્ઠ પત્રકાર, લેખક અને લોકગાયક નીલેશ પંડ્યાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. નીલેશ પંડ્યા લખે છે કે, ક્ષણે ક્ષણે તેજ થતું જતું ચેનલનું પત્રકારત્વ; એની યુવા પત્રકાર સિદ્ધિને એની આજુબાજુ રચાતાં વિવિધ વમળોની રોમાંચકારી કથાનું સર્જન લેખિકા, પત્રકાર કામ્યા ગોપલાણીએ કર્યું છે.
પત્રકારને પોતાનો ધર્મ નિભાવવા જતાં સ્થાપિત હિતો સમેત અનેક વિડંબણાઓનો સામનો કરવો પડતો હોય છે ને એમાંય પત્રકાર જયારે યુવતી હોય ત્યારે....શું થાય એ જાણવા માટે આ કથા વાંચવી જ રહી ! ત્રીસ પ્રકરણોમાં પથરાયેલી કથાના દરેક પ્રકરણે સતત રહસ્ય જન્મે છે કે હવે શું થશે ? જેમ લઘુકથામાં અંત વાસ્તવિક છતાં ચમત્કારિક હોય છે એમ આ કથાનું દરેક પ્રકરણ લઘુકથા બની રહ્યું છે, જે લેખિકાની સૂઝ છતી કરે છે. કામ્યા નાટકો લખે છે ને ભૂમિકા પણ ભજવે છે એટલે કથામાં ટૂંકા અને ચોટદાર સંવાદો આપમેળે જ ગૂંથાઈ ગયા છે. લેખિકા કામ્યા ગોપલાણીએ પુસ્તકમાં જણાવ્યું છે કે, પત્રકારત્વ શબ્દ એ મને આખી પત્રકારત્વ સૃષ્ટિથી પરિચિત કરાવી. પત્રકારત્વના અનુભવોની સાથે સાથે પત્રકારત્વની દુનિયા જેવી મને જોવા મળી એવી જ દુનિયા આ કથામાં મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કથામાં આવતાં પાત્રો જેવાં પાત્રો મારા પત્રકારત્વ જીવનમાં પણ ક્યાંક આવ્યાં હતાં. એમાંથી ઘણાં હજુ જીવનમાં છે અને ઘણાં પોતાની દુનિયામાં ખોવાઈ ગયાં છે. ચોથી જાગીર તરીકે પત્રકારત્વ ક્ષેત્રમાં કેટલા, ક્યા ક્યા સંઘર્ષો હોય છે એને આ કથામાં મેં વાચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા માટે વિિંાંત://ફળુક્ષ.યી/મ/7ચચબણબડ લિંક પરથી પુસ્તક ખરીદી શકાય છે.ઉલેખ્ખનીય છે કે કામ્યા ગોપલાણી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના વિધાર્થીની રહી ચૂકયા છે. તેઓ પત્રકારત્વ, નાટક અને લેખન સાથે તો સંકળાયેલા છે જ. વધુમાં યોગ અને નેચરોપેથીના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન-રાજકોટ સાથે ત્રણ વર્ષથી જોડાયેલા છે. 21 મે, 2023 નાં દિવસે તેમના નાટ્ય સંગ્રહ ‘સતરંગી રે’નું વિમોચન મહાનુભાવોની હાજરીમાં થયું હતું. વિમોચન પ્રસંગે સાજન ટ્રસ્ટ અને શિવમ ફાઉન્ડેશન દ્વારા ‘સતરંગી રે’ નાટ્ય સંગ્રહનાં જ બે નાટકો અનુક્રમે ‘કૃષ્ણા’ અને ‘કથા એક વિશ્વાસની’ ભજવાયા હતા. તેમણે ‘પ્રગતિ’ અને ‘એક ઉમ્મીદ’ નામે ઇ-બુક પણ બહાર પાડી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement