રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપર-વેરાવળમાં ટેન્કરની ઠોકરે સાઈકલસવાર શ્રમિક યુવાનનું મોત

01:53 PM Dec 06, 2023 IST | Sejal barot
A close-up of the foot of a dead person in a morgue. A blank tag is attached to the toe.
Advertisement

રાજ્યનાં ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટના રોજીંદી બની ગઈ છે ત્યારે રાજકોટની ભાગોળે શાપર વેરાવળ નજીક પુરઝડપે આવતાં ટેન્કરે સર્વિસ રોડ પર સાઈકલ લઈને જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને પાછળથી હડફેટે લીધા બાદ ટેન્કરનાં તોતીંગ વ્હીલ નીચે આવી જતાં શ્રમિક યુવાનનું માથુ ફાટી જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાં આવેલ શ્યામ કોર્પોરેશન કંપની ઓરડીમાં રહેતાં સંજીરામ મંગલરામ સિંઘ (ઉ.43) ગઈકાલે પોતાની સાઈકલ લઈ શાપર વેરાવળ જતો હતો ત્યારે સર્વિસ રોડ પર પાછળથી પુર ઝડપે આવેલા ટેન્કરના ચાલકે યુવાનને હડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરની ઠોકરે ચડી ગયા બાદ પરપ્રાંતિય યુવાન ટેન્કરના તોતીંગ વ્હીલ નીચે આવી જતાં તેનું માથુ ફાટી જવાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં શાપર વેરાવળ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવાનના મોબાઈલના આધારે તેની ઓળખ મેળવી હતી.
આ બનાવ અંગે પોલીસે લેબર કોન્ટ્રાકટર રણજીતરામ ગણેશરામ સિંઘ (ઉ.38)ની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. જ્યારે આ બનાવ સમયે આરોપી ટેન્કર ઘટના સ્થળે મુકી નાસી છુટયો હતો.

Advertisement

Tags :
inShapar-VeravaltankerYoung cyclist dies after being hit by
Advertisement
Next Article
Advertisement