રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યલો ફીવર સર્ટિ. આપવામાં સિવિલ હોસ્પિટલનો લોચો; પણ ભૂલ સુધારી લેવાઇ!

12:33 PM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

આરોગ્ય વિષયક સેવાઓ લોકો સુધી પુરતી પહોંચાડવામાં શહેરનું સિવિલ હોસ્પિટલ તંત્ર ઊંઘતું ઝડપાઇ ગયુ છે. જો કે હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાના તનતોડ પ્રયાસને સિવિલ હોસ્પિટલ તંત્રને કેવી સફળતા મળશે? તે સમય જ બતાવશે પણ અંદાજે 1500-2000 સભ્ય, સમૃધ્ધ સમાજના લોકો ચોકકસ હેરાનગતિમાં મૂકાય જાય તેવી શકયતાઓને નકારી શકાતી નથી. સિવિલ હોસ્5િટલ તંત્રની ભયંકર બેદરકારી શહેરનાં એક જાગૃત વેપારીની કૂનેહ વચ્ચે બહાર આવ્યો હોવાનું કહેવું ઉચિત જણાય છે.
સિવિલ હોસ્પિટલ તંત્રના છબરડાની માંડીને વાત કરીએ તો સૌ અચરજ પામે તેમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સરકારના તગડા પગાર મેળવતાં સરકારી બાબુઓ સમયાંતરે બહાર પડાતી સરકારી માર્ગદર્શિકા બાબતે કેમ અજાણ રહી જાય છે? આવી ગંભીર બેદરકારી દાખવાયેલી પ્રજા વચ્ચે આવી જાય ત્યારે ઉચ્ચ આરોગ્ય તંત્રએ કસુરવારો સામે કેવા અને કયાં પ્રકારનાં શિક્ષામિક પગલાં ભરવા જોઇએ? તે વાતનો જવાબ હવે આરોગ્ય મંત્રાલય પર છોડવું વાજબી લાગે છે.
સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી કહો કે અજાણતા, હેરાનગતિ ઉપજાવનાર વાસ્તવિક વાત જોઇએ તો પ્રર્વતમાન સમયમાં આફ્રિકન ક્ધટ્રીઝમાં મુસાફરી કરવા જવું હોય તો પ્રત્યેક મુસાફરે "યેલો ફિવર સર્ટીફિકેટ” કઢાવવું ફરજિયાત છે. આવો નિયમ કે માર્ગદર્શિકા કેન્દ્ર સરકારની છે. એટલે સમગ્ર ભારતના મુસાફરોને આ વાત લાગુ પડે છે.
જાણકારો કહે છે કે અત્યાર સુધી આવા સર્ટીફિકેટ 4 વર્ષ, 6 વર્ષ કે 10 વર્ષની મુદ્દતનાં નિકળતાં હતાં. પણ છેલ્લાં એક વર્ષની સરકારે આ લિમિટેડ ટાઇમની પોલીસીમાં ફેરફાર કરીને સર્ટીની અવઘી લાઇફ ટાઇમ કરી નાખી છે. પણ સરકારનાં આવા ફેરફાર, માર્ગદર્શિકા બાબતે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર રીતસરનું ઉંઘતું ઝડપાઇ ગયું છે. હવે, જવાબદારીમાંથી સંબંધિતો બચવા, છટકવા પ્રયાસો કરી રહ્યા છે તે બાબતે જાગૃતોમાં નવાઇ સાથે તંત્ર પરત્યે રોષ ફેલાયો છે.

Advertisement

જાગૃત વેપારીએ સિવિલ હોસ્પિટલ તંત્રનો ફોડયો ભાંડો!

શહેરનાં શ્રોફ રોડ પરની પેઢીના જાગૃત વેપારી મુકેશભાઇ શાહે પોતાના વિદેશ પ્રવાસ માટે જામનગર અને રાજકોટમાં યલો ફિવર સર્ટિફિકેટની કાર્યવાહી કરતાં તેઓ ચોકી ગયા હતાં કારણકે જામનગરથી મળેલ આવા સર્ટીફિકેટની અવઘી લાઇફ ટાઇમની હતી. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલે તેઓને માત્ર 10 વર્ષની મુદ્દતનું જ યલો ફિવર સર્ટીફિકેટ આપ્યું હતું. પછી મુકેશ શાહે આ બાબતે સંબંધિત તંત્રનું ધ્યાન દોરતા કહેવાય છે કે લાગતા વળગતા સતાધિશો ઉ5ાધી સાથે સતર્ક થઇ ગયા છે.

હવે, બધાને લાઇફ ટાઇમ વાળા જ યલો ફીવર સર્ટિ. મળશે: ડો.એચ.એ. દુષરા

સિવિલ હોસ્પિટલનાં ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો.એચ.એ.દુષરાએ ગુજરાત મિરર સાથેની ખાસ વાત દરમિયાન એ વાતનો, ભૂલ સ્વિકારી ફોડ પાડયો હતો કે, જાગૃત નાગરિકની સજાગતાથી તંત્રના ધ્યાને એ વાત આવી છે કે હવે યલો ફિવર સર્ટી લાઇફ ટાઇમનાં અપાય છે એટલે ગત બુધવારથી જ સરકારની આવી માર્ગદર્શિકાનું પાલન કરવાનું શરૂ કરી દેવાયુ છે અને ત્રણ-ચાર નાગરીકોને લાઇફ ટાઇમનાં સર્ટી કાઢી પણ દેવાયા છે.

હમણાં જ માર્ગદર્શિકા આપી, અજાણતા વ્યકત કરતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ

જામનગરમાં લાઇફ ટાઇમની મુદતનાં અને સિવિલ હોસ્પિટલમાં કેમ 10 વર્ષના જ યલો ફિવર સર્ટીફિકેટ અપાય છે? તેવા પ્રશ્ર્નનાં પ્રાંરભમાં તો સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ આવો ફેરફાર હમણાંજ થયો છે તેવી અજણતા વ્યકત કરી હતી પણ અંતે તેઓએ સ્વિકાર્યુ હતુ કે હવે પછી બધાને લાઇફ ટાઇમની મુદતના અને અગાઉ બનેલા સર્ટીઓ પણ સુધારી દેવાશે. આ વાતને સમર્થન આપી આર.એમ.ઓ ડો.દુષરાએ પણ અગાઉના બનેલા સર્ટીઓ સુધારવા લોકોને સાથ-સહકારની ખાતરી આપી હતી.

Tags :
civil hospital's MISTECKrajkot
Advertisement
Next Article
Advertisement