રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાના સંવર્ગ-4ની 121 જગ્યા માટે 31મીએ લેખિત પરીક્ષા

04:19 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ચાર સંવર્ગોની ભરતી માટે અરજદારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ જે અંતર્ગત 121 જગ્યા માટે રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદ ખાતે 17701 ઉમેદવારોની તા. 31-12-23ના રોજ પરીક્ષા યોજાશે. તેના માટે અલગ અલગ વિભાગના અધિકારીઓને સેન્ટર વાઈઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (1) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂૂષ) (2) વેટરનરી ઓફિસર (3) કેમીસ્ટ અને (4) ક્લોરીન એટેન્ડન્ટ આમ કુલ-04 સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.31/12/2023ના રોજ અમદાવાદ શહેરના કુલ-08, ગાંધીનગર શહેરના કુલ-04 તેમજ રાજકોટ શહેરનાં જુદા-જુદા કુલ-18 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. જેની વિગતો નીચે મુજબ છે.
આ લેખિત પરીક્ષા અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા ઉમેદવારોને મોબાઈલ જખજ તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ દ્વારા જાણ કરવામાં આવેલ છે. લેખિત પરીક્ષા અંગેના કોલલેટર ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ (ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ) પરથી ડાઉનલોડ કરી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્ર દીઠ-2 થી 3 વિડીયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ લેખિત પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં કુલ-172 જેટલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.
આ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ છે. પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે. આમ, રાજકોટ મહાનગરપાલિકાની તા.31/12/2023 ની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે મહેકમ શાખા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Advertisement

Tags :
Class-4ManpaofpostsWritten exam on 31st for 121
Advertisement
Next Article
Advertisement