For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ગાય બચાવો’ના નારા સાથે માલધારી સમાજનું કોર્પોરેશનમાં હલ્લાબોલ

03:58 PM Dec 22, 2023 IST | Sejal barot
‘ગાય બચાવો’ના નારા સાથે માલધારી સમાજનું કોર્પોરેશનમાં હલ્લાબોલ

શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાની અમલવારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. દરેક પશુપાલકે પોતે રાખેલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાવી પશુ રાખવા માટેની નિયત કરેલ જગ્યા માટે પણ લાયસન્સ લેવું પડે છે. જેનીસામે મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા ડેનાઈટ રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરરોજ 20થી 30 પસુઓ પકડી ઢોરડબે પુરવામાં આવી ર્હયા છે. જેની સામે શહેરના ગૌપાલકો અને અન્ય ગૌ પ્રેમી સંસ્થાઓ તેમજ કરણીસેનાએ વિરોધ કરી ઘરમાંથી ગાયો છોડાવી જતા હોવાની ફરિયાદ સાથે આજે કોર્પોરેશન ખાતે ઘસી જઈ સુત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
મનપાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આજે પશુપાલકો તથા કરણીસેના અને જુદા જુદા સમાજના ગૌપ્રેમીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કચેરી ખાતે 500થી વધુ લોકોએ ગાય બચાવોના સુત્રોચ્ચાર કરી ઢોર પકડવાની અમુક પ્રકારની કામગીરીનો વિરોધ પ્રગટ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, ગૌચળની જમીન ખાલી કરાવવા જે સ્ટાફનો કાફલો ગૌમાતાને પડકવામાં લઈ જાવ છો તે કાફલાને ત્યાં લઈને જઈને તાત્કાલીક ગોચળ ખાલી કરાવો.
વધુ ગાયની સંખ્યા ધરાવતા ગૌપાલકોને ગૌચળની જગ્યા ફાળવો તેથી જાતે ગૌમાતાને રાખી શકે. પરંતુ 2 કે 3 ગાય ધરાવતા લોકોને જેમને પોતાના ઘરે રાખી શકે તેમ છે. તેમને રાખવાનો અધિકાર આપો. શ્વાન રાખવા માટે લાઈસન્સ ન હોઈ તો ગાય માટે શેન લાઈસન્સ? પકડાયેલ ગાયોને ગમે તે ગૌશાળા ને આપવાને બદલે ગૌચળ આપ્યા પછી તેના પાલકોને જ આપવી જેથી તે સારી રીતે સાચવી શકે. 31 ડિસેમ્બરનું જે લાસ્ટ ડેટ છે. તેમાં વધારો કરી આપવામાં આવે જેથી આપ અને ગૌપાલકો યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરી શકે. જે જગ્યા ફાળવો ત્યા ઘાસ પાણી સરળતાથી મળી રહે તેવી જગ્યા ફાળવવા વિનંતી. અમારી આ માંગણીઓમાં અમારો સ્વાર્થ એ જ છે કે, જે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપવાની વાત થઈ રહી છે. તેની હેરાનગતી રોકવાનો છે, જેને માતા કહી છે તેને ખરેખર એવી રીતે રાખીને એ દર્જા સુધી પહોંચાડી શકીશે.
લોકસાહીમાં કાયદાનું સન્માન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અમો હાઈકોર્ટના હુકમનુ સન્માન કરી રહ્યા છીએ તેમજ રખડતા પશુઓ ઉપર જે રીતે કડક પણે થઈ રહે કાર્યવાહીને અમો બિરદાવીએ છીએ પરંતુ છેલ્લા થોડા સમયથી લોકશાહીનો જે રીતે ભંગ થઈ રહ્યું હોય તેમજ આપના અધિકારીઓ જે રીતે ઘરમાં ઘુસીબાંધેલા ઢોરને મારમ ારી તેમજ વચ્ચે બચાવવા પડતા બહેનો દિકરીઓ ઉપર પણ જે રીતે બેફામ વાણી વિલાસ કરી માર મારી ને જે ભયનો માહોલ કરવામા આવી રહ્યો છે. તે જોતા લોકશાહીમાં હીટલર યુગની અનુભુતી થઈ રહી છે. આવા સમયે એક ક્ષત્રિય તરીકે અમારુ લોહી ઉકળી ઉઠતા અમારો આપ સમક્ષ આવવાની ફરજ બની છે. અમારી આપને નમ્ર અરજ છે કે નિહો મુજબની અમારી પ્રમુખ માંગ છે. જેને યોગ્ય ન્યાય આપવામાં આવે અન્યથા આવનારી 2024ની ચુંટણીમાં સમગ્ર ગુજરાતની ગૌપ્રેમી જનતા પુરી તાકાતથી જવાબ આપશે.

Advertisement

પશુપાલકોની માંગ

માંગ નં. 1 ઘર પાસે અથવા ઘરમાં બાંધેલા ઢોરને છોડીને પકડવામાં ન આવે, માંગ નં. 2 પરમીટ બાબત નીતી નિયમોમાં ફેરફાર કરી દરેકને પરમીટ નિકળી શકે તેવો નિયમો કરવા જેમ કે આધારકાર્ડ, લાઈટબીલ, ચુંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટને માન્યતા આપવી, માંગ નં.-3 બેફામ વાણી વિલાસ કરતા અધિકારીઓને મર્યાદામાં રહેવા સુચન કરવામાં આવે, માંગ નં. 4 24 કલાક બાંધેલા પશને બે કલાક બહાર નિકળવા માટે સમય આપવામાં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement