For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોરનાં ગારીડા ગામે નવી આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ

05:20 PM Dec 22, 2023 IST | Sejal barot
બામણબોરનાં ગારીડા ગામે નવી આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ

રાજકોટ જિલ્લાના ગારીડા બામણબોર ગામ ઘણા સમયથી આંગણવાડીમાં 15 વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય ત્યારે ગરીડા બામણબોરમાં ગામના લોકો માંગ ઉઠી છે કે ઘણા સમયથી ઠરાવ પણ ગ્રામ પંચાયત પણ કરેલ છે અનેક વખત રજૂઆત મૌખિક તથા લેખિત વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિર્ણય આવ્યો નથી.
ત્યારે જિલ્લા અને તાલુકા અધિકારી ટીડીઓ પ્રાંત અધિકારી અને શિક્ષણ વિભાગ અનેક વખત રજૂઆત કરવા છતાં આજ સુધી ભાડાના મકાનમાં ચાલતું હોય ત્યારે ચૂંટાયેલા અધિકારીઓ આ ગામની સર્વે કરીને તાત્કાલિક ધોરણે નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.
સરપંચ રમેશભાઈ ધાડવી જણાવ્યું હતું કે અમારા ગામમાં 15 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે ત્યારે અમે અનેક વખત રજૂઆત કરતા કોઈ એનો નિર્ણય ન આવતા મીડિયા સમક્ષ વાત કરી હતી અને રોશ લાગણી અનુભવી હતી.
આંગણવાડીના સુપરવાઇઝર બેન હાજર ન રહેતા હોય ત્યારે ગામ લોકોની માંગ ઉઠી છે કે હાજરી આપે અને નાના ભૂલકાઓની યોગ્ય માર્ગદર્શન આપે અને રોજે રોજ આંગણવાડીમ હાજરી આપે એવી ગામ લોકોની માંગ ઉઠી છે અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ અને શિક્ષણ વિભાગ તાલુકાની જિલ્લામાંથી આ ગામની મુલાકાત લઈને આંગણવાડી નવી બનાવી એવી લોક માંગણી ઉઠી છે.
સરપંચ રમેશભાઈ જણાવ્યું હતું કે અમારી બાજુમાં આંગણવાડીની જમીન પણ હોય ત્યાં નવી આંગણવાડી ઉભી કરવા માંગ કરાઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement