For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુધરે ઇ બીજા ! કારના બોનેટ પર બેસી જોખમી સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાઇરલ

03:54 PM Dec 18, 2023 IST | Sejal barot
સુધરે ઇ બીજા   કારના બોનેટ પર બેસી જોખમી સ્ટંટ કરતો યુવકનો વીડિયો વાઇરલ

જોખમી રીતે ગાડી ચલાવવી અને સ્ટંટ કરવા એ ગુજરાતમાં હવે કોઈ નવી વાત નથી મનાઈ રહી.તાજેતરમાં યુવકો સાથે યુવતીઓ દ્વારા વાહન પુર ઝડપે ચલાવી તેની પણ રીલ્સ બનાવવાની ઘેલછા જાગી છે.ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા અગાઉ ઘણા સ્ટંટ બાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છતાં પણ આવા ઘણા બધા બનાવો સામે આવે છે.
ત્યારે રાજકોટમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે.જેમાં એક યુવક કાર ચલાવી રહ્યો છે અને બીજો કારના બોનેટ પર બેસી મોબાઈલ પર વાતચીત કરે છે.આ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થતા જ રાજકોટ શહેર પોલીસે તપાસ શરૂૂ કરી દીધી છે તેમજ આ વીડિયો ક્યાં વિસ્તારનો છે એ અંગે તેમજ સીસીટીવી ફુટેઝ પરથી કાર નંબર મેળવી તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement