રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેટકોમાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા કચેરીમાં હોબાળો

11:33 AM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્ય સરકારના ઊર્જાવિભાગના નેજાહેઠળ આવતું જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (વિદ્યુત સહાયક)ની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં પરિક્ષા પદ્ધતિમા પ્રથમ પોલ ટેસ્ટ બાદમાં લેખીત પરિક્ષા એમ બે કસોટીઓ બાદ મેરીટ લિસ્ટના આધાર પર ભરતી થતી હોય છે. જેટકોના રાજ્યના અલગ અલગ ત્રણ વર્તુળોમાં રાજકોટ,ભરૂૂચ અને મહેસાણા વિભાગમાં આ ભરતી બહાર પાડ્યા બાદ સૌ પ્રથમ પોલ ટેસ્ટ માર્ચ-2023 થી તબ્બકાવાર શરૂૂ થયા હતા અને બાદમાં પાંચ મહીનાના સમયગાળા બાદ 09-09-2023 ના રોજ લેખીત પરીક્ષા લેવાયેલ હતી. જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની બંને પરીક્ષાઓ આપ્યા બાદ બહાર પડેલા મેરીટ લિસ્ટમાંથી તમામ વર્તુળોમાં ખાલી પડેલી જગ્યાઓ મુજબ રાજકોટ વર્તુળમાં -691 ,ભરૂૂચ વર્તુળમાં-381 અને મહેસાણા વર્તુળમાં -152 ઉમેદવારોને પસંદગી કરવામાં આવી હતી અને તે મેરીટ લિસ્ટ 27-09-2023 જાહેર થયેલ હતું.પાસ થયેલ તમામ ઉમેદવારોએ ઝોન મુજબ 17-10-2023 એ નજીકની સર્કલ ઓફિસ પર મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટની જમા કરાવવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવતા એ પ્રક્રિયા પણ સૌ ઉમેદવારોએ પૂર્ણ કરેલ છે. ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા અને મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ આજદિન સુધી બે મહિનાનો સમય વીત્યા બાદ હજુ સુધી નિમણુક પત્ર આપવામાં આવ્યા ના હોવાથી પસંદગી પામેલા તમામ ઉમેદવારો ચિંતામા મુકાયા છે. ભરતીમાં પસંદગી પામેલ તમામ ઉમેદવારોએ સબંધિત આપની જેટકોની અલગ અલગ વિભાગીય કચેરીઓમાં અનેક વખત રજુઆત કર્યા બાદ કોઈ સંતોષકારક જવાબો મળતા નથી.
જો કે અનેક ઉમેદવારોની વાંધા અરજીઓ અને વિવાદોના કારણે આ સમસ્યા ઉભી થઈ હોય તો તત્કાલ એ પ્રશ્નોનું નિરાકરણ લાવી તત્કાલ ભરતી પૂર્ણ કરવા વિનંતિ છે. આ રજૂઆતની ગંભીરતા ધ્યાનમાં રાખી દિવસ 10માં પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહિ આવે તો ઉમેદવારોને સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.તેમ ઉમેદવારોને સાથે રાખી આવેદનપત્ર પાઠવતા કોંગ્રેસ યુવકતા રોહિતસિંહ રાજપૂત, અભિરાજ તલાટીયા, જીત સોની, યશ ભંડેરી સહિતનાએ ચિમકી ઉચ્ચારી છે.

Advertisement

Tags :
candidatesgivenJETCOtoUproar in the office as appointment letters are not
Advertisement
Next Article
Advertisement