For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના બે યુવાન પર તાલાલામાં વનકર્મીનો હુમલો

12:23 PM Dec 15, 2023 IST | Sejal barot
રાજકોટના બે યુવાન પર તાલાલામાં વનકર્મીનો હુમલો

રાજકોટથી બોરવાવ ખાતેના ફાર્મ હાઉસમાં ફરવા ગયા બાદ પરત ફર્ટી વખતે રાજકોટના નરેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ(ઉ.33) અને તેમના મિત્ર ભાવિન એમ બંનેને જંગલખાતાના અધિકારી કે કર્મચારીની ઓળખ આપી મુંઢ માર માર્યાની તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,રાજકોટના સંત કબીર રોડ પર ન્યુ શક્તિ સો.શેરી નં.-04માં રહેતા નરેન્દ્ર જગદીશભાઈ રાઠોડ નામનો યુવાન ગઇ તા.11/12 ના રોજ સાંજના તેમના મિત્રો ભાવિન ગોપાલભાઈ ચૌહાણ,રાજુભાઇ અરજણભાઈ માટીયા તથા પ્રવિણભાઇ વિનુભાઈ માટીયા એમ ચારેય રાજકોટ થી પ્રવિણભાઇ સાથે તેમની કારમાંમાં તેમના કાકા કમલેશભાઇના બોરવાવ ખાતેના ફાર્મએ આંટો મારવા આવ્યા હતા અને ત્યાં રોકાયેલ અને ત્યારબાદ રાત્રીના આશરે અગ્યારેક વાગ્યે અમે બધા કામે જમીને હું તથા મારો મિત્ર ભાવીન એમ બન્ને ફાર્મેથી ફાર્મની બાઇક લઇને બોરવાવ ગામથી લુશાળા ગામ તરફ જતા જંગલવાળા કાચા રસ્તે બાઇક લઇને જતા હતા.
ત્યારે રાત્રીના આશરે સવા અગ્યારેક વાગ્યે બોરવાવથી લુશાળા ગામ તરફ જતા જંગલવાળા રસ્તે લુશાળા તરફ જંગલમાં પહોંચતા ત્યાં સામેથી એક બાઈકમાં બે માણસો બેસી આવતા હોય તેઓએ તેમની મોટર સાયકલ રોકી અમારી મોટર સાયકલ રોકાવેલ અને મોટર સાયકલના ચાલકએ પોતે ફોરેસ્ટ વિભાગના અરવીદભાઇ તથા તેની સાથેના બાકુ સાહેબ હોવાનું જણાવી પુછપરછ કરી કહેલ કે તમે પ્રતિબંધિત ફોરેસ્ટ વિસ્તારમાં આવેલ છો તેમ કહી તેઓ અમોને જંગલની ધાર ઉપર લઇ ગયેલ અને ત્યાં અમારી પુછ-પરછ કરછ અમોને તેઓની સાથે ફોરેસ્ટ ઓફીસ તાલાળા ખાતે બોલાવી આ ફોરેસ્ટના સ્ટાફ અરવિંદભાઇ તથા બાકુભાઇ એ પુછપરછ કરેલ ત્યારબાદ ત્યાં ફોરેસ્ટના પી.કે.વાળાને બોલાવેલ અને તેઓ ત્યાં આવી જતા તેઓ બાધાએ પુછપરછ કરેલ અને આ ત્રણેય ફોરેસ્ટના સ્ટાફએ નરેન્દ્ર અને મિત્ર ભાવિનને શરીરે પગના ભાગે મુંઢ માર મારતા બંને યુવાનોને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવી પડી હતી.આવું જણાવીને નરેન્દ્રએ ઉપરોક્ત વિગતે તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement