For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે શાળા અને ચાર શિક્ષકોને અપાશે ‘સિસ્ટર નિવેદિતા’ એવોર્ડ

12:49 PM Dec 20, 2023 IST | Sejal barot
બે શાળા અને ચાર શિક્ષકોને અપાશે ‘સિસ્ટર નિવેદિતા’ એવોર્ડ

છેલ્લાં 25 વર્ષથી પ્રતિ વર્ષ જે. વી. શેઠિયા, રાજકોટ તથા અશોક ગોંધિયાની સ્મૃતિમાં વાય.એમ.જી.એ. રાજકોટના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ, સંલગ્ન 98 શાળાઓ તથા તેમાં કાર્યરત 650 જેટલાં શિક્ષકોમાંથી ગુણવત્તાને આધારે પસંદગી પામેલ એક શાળા તથા બે શિક્ષકોને ગ્રામિણ વિસ્તારના બાળકો માટે શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉજ્જ્વળ સેવા આપવા બદલ પ્રોત્સાહિત કરવા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં બે શાળા અને ચાર શિક્ષકોને એવોર્ડ અપાયેલ છે.
કોરાના કાળના અનિવાર્ય સંજોગોને કારણે આ સમારંભમાં વર્ષ : 2021 - 2022 અને વર્ષ : 2022-2023ના બે વર્ષના અવોર્ડનું વિતરણ કરવામાં આવશે જેમાં વર્ષ 2021- 2022નો સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા એવોર્ડ લાખાપર તાલુકા શાળા, લાખાપર, તા. રાજકોટ, જિ. રાજકોટને એનાયત કરવામાં આવેલ છે. ગામમાં આવેલ લાખેશ્વર મંદિર પરથી ગામનું નામ લાખાપર પાડવામાં આવ્યું. ગામની વસ્તી 1878 જેટલી છે અને સાક્ષરતાનું પ્રમાણ 72% જેટલું છે. ધોરણ 1થી 8ની શાળામાં 196 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં સુવિધાપૂર્ણ વર્ગખંડો, પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબ આવેલા છે. 1200 પુસ્તકોની સમૃદ્ધ લાઈબ્રેરી આવેલી છે
જ્યારે ઈ.સ.2022-2023નો ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા એવોર્ડ’ સરદાર પટેલ વિદ્યાલય, ભાડલા, તા. જસદણને એનાયત કરવામાં આવેલ છે. કુદરતને ખોળે વસેલું ભાડલા ગામ ઐતિહાસિક વાવની ધરોહર સાચવીને બેઠું છે. શાળામાં બાલમંદિરથી ધોરણ બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રમતગમત સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સહાભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
ઈ.સ.2021- 2022ના ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ’ મનિપાબહેન દેવાયતભાઈ હુબલ, સહાયક શિક્ષિકા, ઢાંઢણી પ્રાથમિક શાળા, ઢાંઢણી, તા, જિલ્લો રાજકોટને એનાયત કરવામાં આવેલ છે. વગડામાં આવેલી શાળાને વૃંદાવનમાં બદલી નાખી રાષ્ટ્રીય કક્ષાએ શાળાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે છેલ્લાં 26 વર્ષોથી શિક્ષણક્ષેત્રે કાર્યરત મનિષાબહેન બાલ દેવોની ઉપાસના કરી રહેલ છે. ગામના વાલીઓને સમજાવી ક્ધયા કેળવણીનો વ્યાપ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે
ઈ.સ.2022- 2023ના ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષિકાનો અવોર્ડ’ એચ. ડી. ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વાંગધ્રા, તા. વિંછિયા,ના આચાર્યા વત્સલાબહેન લવજીભાઈ મકવાણાને એનાયત કરવામાં આવેલ છે.
ગાંધી વિચારધારાથી પ્રભાવિત પરિવારમાં શિક્ષિત અને દિક્ષિત થયેલાં વત્સલાબહેન પછાત પાંચાળ પ્રદેશની શૈક્ષણિક તથા રચનાત્મક પ્રવત્તિઓ વડે કાયાપલટ કરવાનો ભેખધરીને સેવા કરી રહ્યાં છે. સહકાર્યકરો પાસે સંવાદિતાપૂર્વક કામ લઈ શાળાનું એસ. એસ. સી. અને એચ.એસ. સી. પરીક્ષાનું બોર્ડનું પરિણામ ગૌરવપ્રદ લાવે છે.
ઈ.સ. 2021- 2022નો ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ’ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, બોધરાવદર, તાલુકો જસદણના ચેતનભાઈ નરસીભાઈ ચૌહાણને એનાયત કરવામાં આવેલ છે. ચેતનભાઈએ શ્રમ, સાદાઈ અને સત્યના મૂલ્યો વિદ્યાર્થીકાળથી જીવનમાં ઉતાર્યા છે. છેલ્લાં વીસ વર્ષથી નિવાસી પ્રાથમિક શાળામાં આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના વંચિત બાળકોના ઉત્કર્ષ માટે સમર્પણભાવથી કાર્ય કરી રહ્યાં છે.
આ ઉપરાંત ઈ.સ. 2022- 2023નો ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ’ જીવાપર પ્રાથમિક શાળા, જીવાપર, તાલુકો જસદણના અનુભાઈ આલાભાઈ રતડિયાને એનાયત કરવામાં આવેલ છે. અંગ્રેજી વિષય સાથે અનુસ્તાનકની ડિગ્રી મેળવેલ અનુભાઈ છેલ્લાં 21 વર્ષોથી શિક્ષક અને આચાર્ય તરીકે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. કોરોનાકાળ દરમિયાન બાળકોનો અભ્યાસ ચાલુ રાખવા માટે પફરતી બાઈક શાળાથનો પ્રયોગ કરેલો અને વિદ્યાર્થીઓને ઘરઆંગણે અભ્યાસ કરાવેલ.
આ એવોર્ડ પ્રદાન કાર્યક્રમ તા. 21 ડિસેમ્બર, 2023ને ગુરુવારના દિવસે સવારનાં 10.00 વાગ્યે શ્રી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઈન્સ્ટિટયુટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન, જલારામ પ્લોટ-2, શેરી નં.9, રાજકોટ માં યોજવામાં આવેલ .
આ એવોર્ડમાં શ્રેષ્ઠ શાળાને રૂૂ.31,000/-નો ચેક, પુસ્તકો, સન્માનપત્ર તથા ટ્રોફી અને શ્રેષ્ઠ શિક્ષકને રૂૂ.21,000/- નો ચેક, પુસ્તકો, સન્માનપત્ર તથા ટ્રોફી અર્પણ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement