રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના નાના સખપર ગામે ખેતરમાં બાંધેલ ફેન્સિંગમાં ઈલે.કરંટ લાગતા બે બાળકોના મોત

01:11 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાના સખપર ગામે ઢોરથી બચવા માટે ખેતર ફરતે લગાવવામાં આવેલી ફેન્સીંગમાં ઈલેકટ્રીક શોર્ટ મુકવાના કારણે ખેતરમાં રમતા બે બાળકોને શોર્ટ લાગતાં મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે તપાસ કરી ત્રણ મહિના બાદ વાડીના માલીક અને આદિવાસી બાળકોનાં પિતા સામે શા અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજગ ગોંડલ તાલુકાના નાના સખપર ગામે વાડીમાં રહી ખેત મજુરી કરતાં આદિવાસી પરિવારના બે બાળકોને ગત તા.14-9-2023ના સાંજે ઈલેકટ્રી ફેન્સીંગમાં તારને અડી જતાં શોર્ટ લાગવાથી પાયલ નરેશભાઈ સોલંકી (ઉ.6) અને પ્રવિણ નરેશભાઈ સોલંકી (ઉ.3)ના મૃત્યુ નિપજ્યા હતાં.
ત્રણ માસ પહેલા બનેલી આ ઘટના અંગે પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને તપાસના અંતે ગઈકાલે લતાબેન નરેશભાઈ સોલંકી (ઉ.28)ની ફરિયાદ પરથી પતિ નરેશભાઈ લોહિરીયાભાઈ સોલંકી અને ભાગે વાડી વાવવા રાખેલ ભાવેશભાઈ કાળુભાઈ ઠુંમ્મર સામે શા અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મુળ મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાના ધમારીયા ગામના આદિવાસી પરિવાર લતાબેન સોલંકી તેમના પતિ નરેશભાઈ સોલંકી અને બે બાળકો પાયલ અને પ્રવિણ ગોંડલ તાલુકાના નાના સખપર ગામે ખેત મજુરીએ રહ્યા હતાં.
ગોંડલના નાના સખપર ગામમાં રહેતા ધીરૂભાઈ ગોગનભાઈ પટોડીયાની વાડી નાના સખપર ગામના ભાવેશભાઈ કાળુભાઈ ઠુંમરે ભાગે વાવવા રાખી હતી અને તેમાં મજુરી કામ અર્થે આદિવાસી પરિવાર રહ્યો હતો.
વાડીમાં ઉભા પાકમાં ઢોર ઘુસી ન જાય તે માટે વાડી ફરતે લગાવવામાં આવેલી ફેન્સીંગમાં ભાવેશભાઈ ઠુંમર અને આદિવાસી સોલંકીએ ઈલેકટ્રીક શોર્ટ મુકયો હતો જેને ચાલુ બંધ કરવાની જવાબદારી નરેશ સોલંકીની હતી. ગત તા.14-9-2023નાં સવારના સાડા સાત વાગ્યે આરોપી નરેશ સોલંકી ઈલેકટ્રીક પાવર બંધ કરવાનું ભૂલી ગયો હતો અને મજુરી કામે લાગી ગયો હતો. આ વખતે વાડીમાં રમતા પોતાના જ બે બાળકો પાયલ અને પ્રવિણ ઈલેકટ્રીક તારને અડી જતાં બન્નેને શોર્ટ લાગ્યો હતો જેઓને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હાતં. પરંતુ બન્નેના મૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવ બાદ આદિવાસી પરિવાર બન્ને બાળકોને અંતિમ વિધી માટે વતનમાં લઈ ગયા હતાં. જ્યારે બીજી બાજુ પોલીસે તપાસના અંતે ગઈકાલે પોર્સ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વાડી ભાગે રાખેલ ભાવેશ ઠુંમર અને આદિવાસી બાળકોના પિતા સામે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
gondalofSakhparTwo children died due to electrocution in the fencing constructed in the field in Nanavillage
Advertisement
Next Article
Advertisement