For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ હાઇવે પર કાર, બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત

05:05 PM Dec 06, 2023 IST | Sejal barot
ગોંડલ હાઇવે પર કાર  બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત

ગોંડલ નેશનલ હાઇવે પર કાર, લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. નવા યાર્ડ પાસે થઈને ત્રીપલ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતમાં બસમાં બેસેલા મુસાફરોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગોંડલ નેશનલ હાઇવે પર નવા યાર્ડ પાસે કાર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ત્રીપલ અકસ્માત સવારે આઠ વાગ્યા આસપાસ થયો હતો.નવા યાર્ડ પાસે અકસ્માત થયો હોવાથી નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. યાર્ડ પાસે જણસી વેચવા આવતા ખેડૂતોના વાહનોની લાંબી કતાર લાગી હતી.ખાનગી ટ્રાવેલ્સ બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. મહાસાગર નામની ટ્રાવેલ્સ બસે આગળ ઉભેલી કારને ઠોકર મારી હતી. જેમાં કાર ટ્રાવેલ્સ અને ટ્રકમાં ભારે નુક્શાની જોવા મળી હતી.
ટ્રાવેલ્સમાં પાછળ બેઠેલા મુસાફરોને સામાન્ય ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.મહાસાગર ટ્રાવેલ્સ બસ રાજકોટથી પોરબંદર જતી હતી.કાર રાજકોટથી જૂનાગઢ જતી હતી. ટ્રાવેલ્સ બસને પાછળથી ટ્રકે પાછળથી ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.વાહનોને લાંબી કતારો લાગતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગોંડલ શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.ગોસાઈ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.અકસ્માત થયેલા વાહનોને હાઇવે પરથી સર્વિસ રોડ પર ખસેડીને હાઇવેને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement