For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં શ્રમિક પરિવારના બાળક પર લોખંડનો ડેલો પડતા કરુણ મોત

01:50 PM Dec 20, 2023 IST | Sejal barot
ધોરાજીમાં શ્રમિક પરિવારના બાળક પર લોખંડનો ડેલો પડતા કરુણ મોત

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારના દિકરા ઉપર લોખંડનો ડેલો પડતા બાળકને ગંભીર ઈજા થવાથી તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં આક્રંદ છવાયું છે. વિગતો મુજબ, ધોરાજીના સુપેડીગામ નજીક અને રાયઘરાના પુલ પાસે પ્લાસ્ટીકના કારખાનામાં પાંચ વર્ષીય બાળક રમતા રમતા પ્લાસ્ટીકનો મેઈન દરવાજો પાસે પહોંચતા અકસ્માતે લોખંડનો દરવાજો બાળક ઉપર પડતા બાળક દરવાજા નીચે ચગદાઈ ગયો હતો તેને હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજપરના તબીબે મૃત જાહેર કરતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યલું હતું. આ બનાવની જાણ થતાં ધોરાજી પોલીસ પણ હોસ્પિટલે પહોંચી કાગળો કર્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement