રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખોદકામમાં મળેલા સોનાના સિક્કા સસ્તામાં લેવા જતાં વેપારી છેતરાયા

04:25 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

શહેરના પરાબજારમાં દુકાન ધરાવતા બે વેપારી ભાઈઓને મોરબીમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યાનું અને તેને સસ્તામાં આપવાનુંં જણાવી ગઠીયા ટોળકી રૂૂ.6 લાખ પડાવી લીધા હોવાની પોલીસેમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો મુજબ,પરાબજારના કૃષ્ણપરા શેરી નં. 1માં ખાનપરા બાપજી ટાવરમાં રહેતા અને રાજ ટ્રેડર્સ નામની તાલપત્રીની દુકાન ધરાવતાં તાહીર અસગરઅલી હથીયારી (ઉ.વ.30) ભાઈ હુસેન સાથે મળી દુકાન ચલાવે છે.તાહીરે ફરિયાદમાં જણાવ્યું કે,ગયાં નવેમ્બરમાં તેઓ દુકાને હતા ત્યારે અજાણ્યો શખ્સ તાલપત્રી ખરીદવા આવ્યો હતો.જેણે કહ્યું કે હું મોરબીમાં ઠેકેદાર સાથે કામ કરું છું.ત્યાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કાનો જથ્થો મળી આવ્યો છે.હું મજૂર હોવાથી મારી પાસેથી કોઇ આ સોનાના સિક્કાની ખરીદી કરશે નહીં.જેથી તેને વેચાવી દેવામાં તમે મારી મદદ કરો.
બાદમાં અઠવાડિયા પછી આ શખ્સ સેમ્પલ માટે એક સિક્કો આપ્યો હતો.આ વખતે તેના મોબાઈલ નંબર મેળવી સિક્કો દેખાડી દીધા બાદ પોતાને જણાવવાનું કહ્યું હતું.તેણે સિક્કો જોતા તે જૂનો અને તેમાં ઉર્દુમાં કાંઇક લખેલું હોવાનું દેખાયું હતું. બીજા દિવસે તેણે સોની બજારમાં જઇ વેપારીને સિક્કો દેખાડતા જાણવા મળ્યું કે આ સિક્કો સોનાનો છે.તેનું વજન 1.4 ગ્રામ છે.આ રીતે સિક્કો સોનાનો હોવાની તેને જાણ થઇ હતી. જેથી દુકાને આવીને તેણે સિક્કો આપનારને કોલ કરી જણાવ્યું કે આ એક સિક્કાના રૂૂ.690 મળશે.
બાદમાં એક મહિલાએ ફોન પર કહ્યું કે તમારે હાઇવે પર જ સિક્કા લેવા આવવું પડશે.અમે બહારના છીએ,જો કોઇને અમને સિક્કા મળ્યાની જાણ થશે તો અમને ખોટા સલવાડી દેશે.બાદમાં સિક્કા આપનારે હું સિક્કા લઇને આવું છું,તમે પાંચથી છ લાખ રૃપિયા તૈયાર રાખજો.સામાંવાળા તેમની દુકાન પાસે આવ્યા હતા.થોડીવારમાં છ સિક્કા ચેક કર્યા બાદ તેણે વધુ સિક્કા ચેક કરવા માટે માગતા સામાવાળા અને તેની સાથેના અજાણ્યા શખ્સો છંછેડાઇ દુકાનની બહાર જતા રહ્યા હતાં.એટલું જ નહીં એમ પણ કહ્યું કે તમને અમારી ઉપર વિશ્વાસ નથી.પરંતુ તેના ભાઇ હુસેને જઇ ત્રણેયને ફરીથી દુકાને લઇ આવી રૂૂ.છ લાખ તાલપત્રીમાં વિંટાળીને આપી સિક્કા લઇ લીધા હતા.ત્યારબાદ પોટલીમાંથી મૂઠ્ઠી ભરીને સિક્કા લઇ તેને નાઇટ્રિક એસિડવાળા બાઉલમાં નાખતા જ ધૂંમાડો નીકળવા લાગ્યો હતો.જેથી સિક્કા નકલી હોવાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

સોનાની પરખ કેમ કરવી? માહિતી માટે વેપારી બંધુએ યુટ્યુબમાં વીડિયો જોયો

વેપારી બંધુએ યુટયુબમાં સોનાની પરખ કઇ રીતે કરવી તેની માહિતી મેળવી એક વીડિયોમાં જણાવાયું હતું કે સોનુ અસલી હશે તો નાઇટ્રીક એસિડમાં નાખતા તેમાં કોઇ રિએકશન નહીં આવે. પરિણામે તે કોઠારીયા નાકા ચોકી પાસે આવેલી દુકાનેથી નાઇટ્રિક એસિડ લઇ આવ્યા હતાં.રાત્રે સામાવાળો દુકાને આવતા સિક્કા ભરેલી પોટલી તેને આપી હતી.તેણે પોટલીનું વજન કરતાં પોણા બે કિલોની થઇ હતી.તેણે સિક્કા ચેક કરવાનું કહી પોટલીમાંથી છ સિક્કા આપવાનું કહેતા સામાવાળાએ છ સિક્કા આપ્યા હતાં.જેને નાઇટ્રિક એસિડવાળા કાચના બાઉલમાં નાખતા કોઇ રિએકશન આવ્યું ન હતું. જેથી તે સિક્કા સોનાના હોવાનું નક્કી થઇ ગયું હતું.

Tags :
cheaplyexcavationinTheTraders were cheated to buy the gold coins found
Advertisement
Next Article
Advertisement