રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પડધરીમાં ગાળો બોલવાની ના પાડતાં પરિણીતા ઉપર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

04:21 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

પડધરીમાં રહેતી પરિણીતાએ દારૂૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા થયેલી બોલાચાલીનો ખાર રાખી પિતા પુત્ર સહિતના શખ્સોએ પરિણીતાના ઘરે ધસી જઇ પરિણીતા ઉપર હુમલો કરી માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં આવેલા મોવૈયા ઢાળ વિસ્તારમાં રહેતી સલમાબેન સાજીદભાઈ જુણેજા નામની 32 વર્ષની પરિણીતા રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે ગફાર, ગફારના પુત્ર તનવીર અને તન્વીરના સાળા સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલી સલમાબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો દારૂૂના નશામાં ગાળો બોલતા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સલમાબેને ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ હુમલાખોર પિતા પુત્ર સહિતના ત્રણેય શખ્સો રાત્રીના સલમાબેનના ઘરે ધસી આવ્યા હતા અને સલમાબેન ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોટડા સાંગાણીના રાજપીપળા ગામે રહેતા મહેશ કાલુભાઈ પીઠાણી (ઉ.વ.35) અને તેના ભાઈ મહેશ કાલુભાઈ પીઠાણી (ઉ.વ.30) રાત્રીના પોતાના ગામમાં હતા ત્યારે મધ્યાભાઇ અને ઘુસાભાઇ સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
inRefusingswearTheThree men including father and son attacked a married woman fortoveil
Advertisement
Next Article
Advertisement