રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આ નહીં સુધરે : જાહેરમાં કચરો ફેંકતા 31 દંડાયા

04:42 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

સ્વચ્છતાએ જ સેવાના અભિયાના ભાગરૂપે પર્યાવરણ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા વધુ 31ને દંડ કરી ન્યુસન્સ પોઈન્ટ તેમજ એન્ટ્રી અને એક્ઝિટ ગેઈટ ખાતેથી 38.65 ટન કચરાનો નિકાલ કરાયો હતો. તેમજ અલગ અલગ દુકાનોમાંથી 6.1 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 31 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 6.1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-05 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 01 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.17/12/2023 અને 18/12/2023 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના 104 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 32.65 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ હતું.

Advertisement

Tags :
garbageinpublicrajkotThis will not improve: 31 fined forthrowing
Advertisement
Next Article
Advertisement