રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થર્ટી ફર્સ્ટ માટે મગાવેલ 10.76 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

02:27 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

થર્ટીફસ્ટ પર પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે મંગાવવામાં આવેલ વિદેશી દારૂનું ગોડાઉનમાં કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડી 10.76 લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા રાજકોટના નામચીન બુટલેગરે ગોડાઉન ભાડે રાખી દારૂ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે રાજકોટના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ ગોડાઉનમાંથી વાહનો અને દારૂ મળી 15.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામે આવેલ એકતા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગોડાઉનમાં વિદેશી દારૂનું કટીંગ ચાલતું હોવાની રૂરલ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રે છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની 3,588 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે ગોડાઉનમાંથી મહિન્દ્રા જીપમાં વિદેશી દારૂ ભરી રહેલા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સૌના ગામના પ્રેમકુમાર લીંબારામ રાવત ઉ.વ.19ની ધરપકડ કરી ગોડાઉનમાંથી વિદેશી દારૂ, બોલેરો જીપ અને મોબાઈલ મળી 15.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસની આકરી પુછપરછમાં આ ગોડાઉન રાજકોટના દેવપરા મેઈન રોડ ઉપર ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતા નામચીન બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરીયો હાસમભાઈ મેણુંએ ગોડાઉન ભાડે રાખી દારૂનું કટીંગ કરાવતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તેની સાથેભાગીદારીમાં ગોંડલના નાગરડા ગામના ધવલ રસીકભાઈ સાવલિયા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની વિશેષ પુછપરછમાં આ ગોડાઉન ભરતભાઈ શામજીભાઈ લાડાણીની માલીકીનું હોવાનું અને ફિરોઝ ઉર્ફે ફિરિયાએ ધવલની સાથે ભાગીદારીમાં ગોડાઉન ભાડે રાખી રાજસ્થાનથી વિદેશી દારૂ મગાવી કટીંગ કરાવતો હતો. આરોપી ફિરોઝ ઉર્ફે ફિરિયો અગાઉ અનેક ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ કામગીરી રૂરલ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલ, ડી.જી બડવા, મહિપાલસિંહ, પ્રહલાદસિંહ, અનિલભાઈ, દિગ્વિજયસિંહ, રૂપકભાઈ, ઘનશ્યામસિંહ સહિતના સ્ટાફે કરી હતી.

Advertisement

Tags :
lakhliquorRs 10.76Thirty First Maate Magavel seized foreignworth
Advertisement
Next Article
Advertisement