For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંક્શન મેઈન રોડ 18 મીટરનો ટુ-લેન કરાશે

04:02 PM Dec 11, 2023 IST | Sejal barot
જંક્શન મેઈન રોડ 18 મીટરનો ટુ લેન કરાશે

રાજકોટ શહેરમાં દિવસે દિવસે વાહનોમાં વધારો થતા રોડ રસ્તાઓ હવે ટુંકા પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને વધુ લોકોની અવર જવર હોય તેવા બસપોર્ટ અને રેલવે સ્ટેશનને લાગુ રસ્તાઓ પહોળા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ રેલવે જંક્શન રોડને પહોળો કરવા માટે આ રોડ લાઈન ઓફ પબ્લિક સ્ટેટ હેઠળ મુકવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આથી હાલનો 15 મીટરનો રોડ 18 મીટરનો કરવામાં આવશે.
મનપાના ટ્રાન્સ્પોર્ટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ જંક્શન રોડ પર ટ્રેનના સમયે ભારે ટ્રાફિક થતો હોવાથી આ રોડ પહોળો કરવા માટે ચર્ચા હાથ ધરાઈ છે. બજેટમાં રોડ પહોળો કરવાની જોગવાઈ કરવામાં આવેલ હોવાથી હાલમાં 15 મીટરનો રોડ છે તેને 18 મીટરનો કરવા માટે પ્રથમ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવશે. ત્યાર બાદ બન્ને સાઈડમાં આવતી અંદાજે 40થી વધુ મીલ્કતોને કપાત માટે નોટીસ આપવામાં આવશે. જંક્શન રોડ પહોળો કરવામાં વધુમાં વધુ રેલવે વિભાગની જમીન કપાતમાં આવી રહી છે.
તેવી જ રીતે ટ્રેનના સમયે ટ્રાફિક વધારે રહેતો હોવા છતાં આ રોડ ઉપર બેસતા શાકભાજીના પાથરણાઓને પણ દૂર કરવામાં આવશે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રેટ હેઠળ રોડ મુક્યા બાદ બન્ને સાઈડ 1.5 મીટર પહોળો કરવામાં આવશે છતાં સર્વેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરી જે સાઈડમાં વધુ મિલ્કતો કપાતમાં નહીં આવતી હોય તે સાઈડમાં રોડ વધુ પહોળો કરવામાં આવશે. 18 મીટરનો રોડ થઈ ગયા બાદ વચ્ચે ડિવાઈડર મુકી ટુલેન રોડ શરૂ કરવામાં આવશે. હાલ સર્વે કરવાની કાર્યવાહી તેમજ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકવા માટે કપાતમાં આવતી મિલ્કતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેની નોટીસ અપાયા બાદ સંપૂર્ણ કામગીરી હાથ ધરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement