For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૃહમંત્રી બેઠા હતા તે ટ્રેન ઉપર રાજકોટની ભાગોળે પથ્થરમારો

02:56 PM Dec 08, 2023 IST | Sejal barot
ગૃહમંત્રી બેઠા હતા તે ટ્રેન ઉપર રાજકોટની ભાગોળે પથ્થરમારો

ગઈકાલે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં રાજકોટ સુધી રાજ્યના મૃહમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યા હતાં તે સમયે જ રાજકોટની ભાગોળે પથ્થરમારો થતા ભારે સનસનાટી મચી જવા પામી છે અને આ મામલે રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફાર્મ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે અને મોરબી રોડ ઉપર રેલવે ટ્રેક આસપાસ આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા કેટલાક શખ્સોની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
ગૃહમંત્રી બેઠા હતાં તે જ ટ્રેનના કોચ નં.સી-4 ઉપર પથ્થરમારો થતા રેલવે પોલીસ સહિત સમગ્ર તંત્ર ધંધો લાગ્યું છે અને ઉચ્ચ અધિકારીઓમાં પણ ભારે દોડધામ મચી જવા પામી છે. જો કે, રેલવેના અધિકારીઓ આ ઘટનાને ટીખળખોરોનું કૃત્ય ગણાવી રહ્યાં છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે વંદે ભારત ટ્રેન રાત્રે 9 વાગ્યે રાજકોટ પહોંચી તે પૂર્વે રાજકોટની ભાગોળે રાજકોટ અને વાંકાનેર વચ્ચે વંદે ભારત ટ્રેન ઉપર બે પથ્થર ફેંકવામાં આવ્યા હતાં. જેના પગલે ટ્રેનના કાચમાં નુકસાન થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈ ગંભીર નુકસાન થયું નથી અને ટ્રેન પણ રોકાયા વગર રાજકોટ સ્ટેશને પહોંચી ગઈ હતી.
આ ટ્રેન રોજ જામનગર-અમદાવાદ વચ્ચે રાજકોટ થઈને આવ-જા કરે છે. ગઈકાલે સાંજે અચાનક જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે વંદે ભારત ટ્રેનમાં રાજકોટ જઈ રહ્યાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી અને સાંજે 6.10 કલાકે ઈ-1 કોચમાં બેસી રાત્રે 9 વાગ્યે રાજકોટ પહોંચ્યા હતાં.
આ ટ્રેનમાં ઈ-1 કોચમાં ગૃહમંત્રી બેઠા હોવાની અગાઉથી જાણ હોવા છતાં ટ્રેન ઉપર રાજકોટની ભાગોળે ટ્રેન ઉપર પથ્થરમારો થતા સમગ્ર તંત્ર હાંફળુ ફાંફળુ થઈ ગયું છે અને તાબડતોબ આ ઘટનાની તપાસ રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફોર્સને તપાસ સોંપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ રાત્રે જ મોરબી રોડ ઉપર રેલવે ટ્રેક પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં દોડી ગયા હતાં અને પથ્થરમારો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાથી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.

Advertisement

બાળકો દ્વારા રમતમાં ફેંકાયો છે પથ્થર, કોઈ ગંભીર બનાવ નથી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે રાજકોટની ભાગોળે પહોંચતા ટ્રેન પર પથ્થર મારાની ઘટના બની હતી. આ અંગે રેલવેના સુત્રોએ જણાવ્યું હતું કે આ જાણી જોઈને કરવામાં નથી આવેલું પરંતુ રેલવે ટ્રેક નજીક રમતા બાળકો દ્વારા રમત-રમતમાં ભૂલથી ફેંકાયેલો પથ્થર છે કોઈ ગંભીર બનાવ નથી છતાં પણ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement