For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવલેણ બનતો રોગચાળો શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો

03:09 PM Dec 19, 2023 IST | Sejal barot
જીવલેણ બનતો રોગચાળો શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે. વકરી રહેલો રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ લોધિકાના મેટોડામાં પેટીયું રળવા આવેલા શ્રમિક યુવાનને તાવ ભરખી જતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા દીપ મેટલ નામના કારખાનામાં કામ કરતાં દિલીપકુમાર રામકિશોર કોરી નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના બેએક વાગ્યાના અરસામાં કારખાનાની ઓરડીમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો દિલીપકુમાર કોરીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિલીપકુમાર કોરી મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને મેટોડામાં મજૂરી કામ માટે આવ્યો હતો દિલીપકુમાર કોરી બે દિવસથી તાવ અને ઉલટીની બીમારીમાં સપડાયો હતો દિલીપકુમાર કોરીને તાવ ભરખી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement