For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જનાના હોસ્પિ.ના 11 માળ ફાયરની મંજૂરી વગર ખડકાઇ ગયા!

05:14 PM Dec 07, 2023 IST | Sejal barot
જનાના હોસ્પિ ના 11 માળ ફાયરની મંજૂરી વગર ખડકાઇ ગયા

રાજકોટમાં નિર્માણ પામેલ જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભુલ બહાર આવી છે. હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલી જવાતા ફાયર વિભાગે હવે એનઓસી આપવાની ના પાડી દેતા એરિયા મુકવા માટે ચાર માળમાં મોટીભાંગફોડ કરી 40 લાખનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ રિફ્યુઝ એરિયા શા માટે ન મુકાયો તેનું કારણ મહાનગર પાલિકામાંથી જાણવામ ળેલ છે. 11 માળના બિલ્ડીંગ માટે પ્લાન મુકવામાં આવેલ જેમાં ફાયર વિભાગની મંજુરી લીધા વગર ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી મંજુરી મેળવે બાંધકામ કરી લેતા હવે ટાઉન પ્લાનીંગ વિભાગની લાપરવાહી કે સરકારી ઈમારત હોવાના કારણે બાંધછોડ કરવામાં આવી છે. તે મુદ્દે કોર્પોરેસનમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
શહેરમાં 15 મીટરથી વધુ ઉંચાઈની ઈમારત બનાવવા માટે આર્કિટેક દ્વારા લેઆઉટ પ્લાન મુકવામાં આવે તે પ્રથમ ફાયર વિભાગને આપવાનું હોય છે. જેમાં ફાયર વિભાગ ફાય એનઓસી અંતર્ગત ક્યા પ્રકારનું બાંધકામ કરવામાં આવસે તેનો અભ્યસા કરી જરૂરી સુધારા-વધારા કરે છે. ત્યાર બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ઈમારતને બાંધકામની મંજુરી મળે છે. પરંતુ જનાના હોસ્પિટલના લેઆઉટ પ્લાનમાં આ નિયમનો ઉલાળીયો કરવામા આવ્યો હોવાનું ખુલવા પામ્યુ છે. જનાના હોસ્પિટલો લેઆઉટ પ્લાન ફાયર વિભાગને મંજુરી અર્થે આપવાના બદલે ટાઉન પ્લાનીંગ વિભાગમાં રજૂ કરી મંજુરી મેળવી લેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અને ટાઉન પ્લાનીંગ વિભાગે ફાયર વિભાગની મંજુરી વગર કેવી રીતે બાંધકામની મંજુરી આપી દીધી તે પણ તપાનસો વિષય બન્યો છે. છતાં લોકાર્પણ થાય તે પહેલા જ જનાના હોસ્પિટલને ફાયર એનઓસી ન મળતા હોસ્પિટલ ખુલ્લી મુકવામાં હવે સમય લાગશે તેવું લાગી રહ્યું છે.
જનાના હોસ્પિટલના 11 માળના બિલ્ડીંગમાંથી લેઆઉટ પ્લાન મુકવામાં આવેલ જેમાં દર્શાવ્યા મુજબ આ હોસ્પિટલમાં નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટા બાળકો માટે 44 બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન જેવી સુવિધાઓ, શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલગ વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ માળે ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય માળ પર 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલના ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવાનું ભુલાઈ ગયું છે. જેના કારણે આઈસીયુ વિભાગમાં આગની દૂર્ઘટના બને ત્યારે દર્દીઓને બહાર કાઢવા અને એકઠા કરવા માટેનો હોલ ન હોવાથી મુસ્કેલી સર્જાઈ શકે હવે આ ચાર માળ ઉપર બાંધકામોમાં તોડફોડ કરવી પડશે ત્યાર બાદ ફાયર એનઓસી મળશે તેમ જાણવા મળેલ છે.
જનાના હોસ્પિટલનું કોકડું ફાયર એનઓસી વાંકે ગુચવાયું છે. આ બાબતે મહાનગરપાલિકાના એક પણ અધિકારી કઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ ખુણેખાચરે ચર્ચા જાગી છે કે, બિલ્ડરો પાસેથી મલાઈ તારવવામાં પાછીપાની ન કરનાર ટીપી વિભાગના અમુક ભ્રષ્ટ અધિકારીઓએ આ સરકારી ઈમારતમાં બેદરકારી દાખવી શું મેળવ્યુ હશે કારણ કે પ્રાયવેટ ઈમારતમાં રહેનાર પોતે જવાબદાર હોય છે. પરંતુ જિલ્લાની સૌથી મોટી અને સ્ત્રીઓ અને બાળકો માટેની જનાના હોસ્પિટલમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવી મોટી ભૂલ કરી છે. જે ક્ષમા પાત્ર નથી છતાં હવે ભૂલ સુધારી બોધપાઠ લેશે.

Advertisement

પ્રાઈવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર ચૂપ!

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનોથી સજજ કરવાની સુચના આપેલ જે અંતર્ગત મનપાના ફાયર વિભાગ દ્વારા સતત એક વર્ષ સુધી ખાનગી હોિસ્પિટલો વિરુદ્ધ અભિયાન હાથ ધરી અનેક હોસ્પિટલોના બાંધકામોના ફેરફાર કરાવ્યા હતા. બેડવાળી હોિસ્પિટલોમાં રિફ્યુઝ એરિયા તમજ એક્ઝિટ ગેટ સહિતના મુદ્દે પણ અનેક વખત માથાકુટ થયેલ છતાં આજની તારીખે નવી હોિસ્પિટલોના બાંધકામ સમયે પ્રથમ ફાયર વિભાગમાં મંજુરી લેવી પડે છે. ત્યાર બાદ ટીપી વિભાગ બાંધકામની મંજુરી આપતું હોય છે. આથી પ્રાયવેટ હોસ્પિટલો ઉપર દંડો ઉગામતું તંત્ર હજારો સ્ત્રીઓની જે સ્થળે સારવાર થવાની છે તેમાં બેદરકાર અને ચૂપ કેમ રહ્યું તેવી ચર્ચા જાગી છે.

Advertisement

કમ્પ્લિશન સર્ટિ મળ્યું છે કે નહીં ?

નવનિર્મિત જનાના હોસ્પિટલનું લોકાર્પણ ફાયર એનઓસીના વાંકે અટકી પડ્યું છે બાંધકામ સમયે લેઆઉટ પ્લાનમાં ફાયર વિભાગની મંજુરી ન હોવા છતાં 11 માળનું બાંધકામ ખડકી દેવાયું છે ત્યારે બાંધકામ થયા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા પ્લાન મુજબ બાંધકામ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેમજ આ બાંધકામનું કમ્પલીશન સર્ટી આપવામાં આવ્યું છે કે નહીં તે સહિતની બાબત તપાસનો વિષય બની રહ્યો છે. છતાં કંપ્લીશન સર્ટી આપી દેવામાંઆવ્યું હોય તો ટાઉન પ્લાનીંગ વિભાગે કઈ રીતે સર્ટી આપવાની તે પણ તપાસ જરૂરી બને છે

ચારમાળમાં ભાંગતોડ કરી લોખંડની પ્લેટ મુકાશે

જનાના હોસ્પિટલમાં ફાયર વિભાગની મંજુરી વગર બાંધકામ કરી લીધા બાદ ફાયર એનઓસી ન મળતા કોકડું ગુંચવાયું છે ત્યારે હવે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સુરક્ષા માટે ચાર માળમાં રિફ્યુઝ એરિયા મુકવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટો મુકવામાં આવશે જેના કારણે સરકારને 40 લાખથી વધુનો ખર્ચ ભોગવવો પડશે હાલ આ મુદ્દે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસેથી માહિતી માગવામાં આવી હોવાનું અને ફાયર વિભાગે ફાયર એનઓસી માટે કરવામાં આવેલ અરજીમાં પણ આ પ્રકારના બાંધકામો તોડી રિફ્યુઝ એરિયા મુકવાની સુચના આપી છે. આથી હવે ચાર માળમાં હોલ બનાવવા માટે દિવાલો તોડી લોખંડની પ્લેટ મુકવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement