For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવિભાગનો સપાટો, ત્રણ કલાકમાં વધુ 12 મિલકત સીલ, 19ને નોટિસ

03:46 PM Dec 15, 2023 IST | Sejal barot
વેરાવિભાગનો સપાટો  ત્રણ કલાકમાં વધુ 12 મિલકત સીલ  19ને નોટિસ

મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સવારે ફક્ત ત્રણકલાકમાં વધુ 12 મિલ્કત સીલ કરી 19 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી હતી જ્યારે સીલથી બચવા આસામીઓએ સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને 8.71 લાખની વસુલાત થઈ હતી.
રેષકોર્ષ રીંગ રોડ પર આવેલ 3-યુનિટ સીલ કરેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.08 લાખ, ન્યુશક્તિ સોસાયટી માં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 4-યુનિટ સીલ કરેલ, હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.33,463, એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.62,593, મહાદેવ મેઇન રોડ પર આવેલ1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.68,670, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.25 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.22 લાખ, ઉમાંકાન્ત પંડિત ઇન્ડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.90,000, 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.60,000, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, આજ રોજ બપોરે 1:00 કલાક સુધી માં 5 -મિલ્કતોને સીલ કરેલ તથા 8 - મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂૂા. 8.71 લાખ રીકવરી કરેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement