For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વેટરનો મુદ્દો ગરમાયો: શાળાઓએ કર્યો પરિપત્રનો ઉલાળિયો

12:48 PM Dec 11, 2023 IST | Sejal barot
સ્વેટરનો મુદ્દો ગરમાયો  શાળાઓએ કર્યો પરિપત્રનો ઉલાળિયો

ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને દબાણ કરી બાળકોને જે તે શાળાના લોગોવાળા ગરમ સ્વેટર જ પહેરવાનો આગગહ કતા હોવાની ફરીયાદ મળતા સરકાર દ્વારા પરિપત્ર કરી અને વિદ્યાર્થીઓ કોઇપણ કલરના અને અનુકુળ સ્વેટ પહેરી શકશે તેવો પરિપત્ર જાહેર કરાયો હતો. જે પરીપત્રનો ઉલાળિયો કરી રાજકોટની બે શાળાઓ દ્વારા વાલીઓને મેસેજ કરી શાળાના જ સ્વેટર પહેરવા માટે દબાણ કરાતા સ્વેટરનો મુદ્દો ફરી ગરમાયો છે.
આ અંગે કોંગ્રેસ પ્રવકતા રોહિતસિંહ રાજપુતના જણાવ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર આવેલી લોર્ડ સ્કુલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે અને તેમાં જણાવાયું છે કે જે વિદ્યાર્થીઓને વિન્ટર જેકેટની જરૂર છે તેઓએ સોમવાર તા.6/11/23ના રોજ રૂા.750 ભરવાના રહેશે. જેઓ સોમવાર સુધીમાં પૈસા નહી ભરે તેઓ માટે ઓડરર કરવામાં આવશે નહીં તેવો મેસેજ અગાઉ કર્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા દબાણ નહીં કરવા પરિપત્ર જાહેર કર્યો હતો. જે પરિપત્ર બાદ પણ શાળા દ્વારા આજે શનિવાર બપોરે એક વાગ્યા પહેલા રૂ.750 ભરી સ્કુલનું જેકેટ મેનેજમેન્ટ પાસેથી ખરીદી લેવું ફરજીયાત છે. તેવો મેસેજ કરી વાલીઓને દબાણ કરવામાં આવ્યું હતું.
વધુમાં રાજપુતે જણાવ્યું હતું કે કોટક ગર્લ્સ સ્કુલમાં પણ સતાધીશો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે જેમાં સ્કુલના મેનેજમેન્ટ અને સતાધીશોએ એવી શેખી મારી છે કે અમારી સ્કુલ ટ્રસ્ટ સંચાલિત છે અમને શિક્ષણ વિભાગનો પરીપત્ર લાગુ પડે નહીં જેથી વિદ્યાર્થીનીઓએ શાળાનું સ્વેટર વહેલી તકે ખરીદી લેવું તેવું દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ અમને મળી હતી તેમજ રાજપુતે જણાવ્યું હતું.
કોંગ્રેસ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતું કે વાલીઓની સતત ફરીયાદ મળતા આ અંગે સરકારમાં ધ્યાન દોરવામાં આવ્યુ હતુ અને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી અને વિદ્યાર્થીઓને ચોકકસ કલ કે લોગોવાળા ગરમ સ્વેટર કે જેકેટ પહેરવા શાળા દબાણ કરી શકશે નહીં છતા પણ રાજકોટની કેટલીક શાળાઓ દ્વારા સરકારના પરિપત્રનો છડેચોક ઉલાળ્યો કરવામાન આવી રહ્યો છે. અને વાલીઓને દબાણ કરવામાં આવતું હોવાના મેસેજ કરવામાં આવી રહ્યા છે. જે અંગેની ફરીયાદ રાજકોટ જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.
રાજકોટની શાળાઓએ સરકારના પરિપત્રનો ઉલાળ્યો કરવાની પરંપરા જાળવી રાખી છે. અગાઉ જાહે રજાઓમાં પણ શાળાઓ શરૂ નહીં રાખવાનો સરકાર પરિપત્ર કરવામાં આવ્યો હતો જેની પણ ઐસીતૈસી કરી અને જાહેર રજામાં શાળાઓ શરૂ રાખી હતી અને શિક્ષણ તંત્રએ પણ નોટીસ આપી મન રાજી રાખ્યું હતું. ત્યારે આવી શાળાઓ સામે કાર્યવાહી થશે કે નહી? તેવો સવાલ શિક્ષણ વિભાગ સામે વાલીઓમાં ઉઠી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement