For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આધારકાર્ડ માટે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટનો પ્રારંભ

05:07 PM Dec 22, 2023 IST | Sejal barot
આધારકાર્ડ માટે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટનો પ્રારંભ

મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે અરજદારોની લાઈનો લાગે છે. પરંતુ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વેબસાઈટનો ઉપયોગ અરજદારો કરતા ન હોવાથી મહાનગરપલિકા દ્વારા એડવાઈઝરી જાહેર કરી અરજદારોએ આધારના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે યુઆઈડીએઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી આધારમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
મનપાના આધાર કેન્દ્ર વિભાગના જણાવ્યા મુજબ આધાર માટેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સરકારની યુઆઈ ડીએઆઈ ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે આ સાઈટ ઉપર ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવો હવે સરળ બન્યું છે. અરજદારે સાઈટની મુલાકાત લીધા પછી તમારા આધારનંબર આપી રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપીનો ઉપયોગ કરીને લોગઈન કરવાનું રહેશે ત્યાર બાદ દસ્તાવેજ અપડેટ સિલેક્ટ, તમારો વર્તમાન આધાર ડેટા પ્રદર્શિત થશે, ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા માટેપ્રદર્શિત થતા ડોક્યુમેન્ટ લીસ્ટમાંથી ઉપલબ્ધ ડોક્યુમેન્ટ સ્કેન કરવાના રહેશે.
ત્યાર બાદ એપ્લિકેશન સબમીટકરી આધાર દસ્તાવેજ અપલોડ કરી શકાશે. તેવી જ રીતે મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે પણ આધારકાર્ડ કેન્દ્રમાં દસ્તાવેજ અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement