રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના આંબરડીમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું

01:52 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

જસદણ તાલુકાના આંબરડી ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના આંબરડી ગામે રહેતા મહેશ લક્ષ્મણભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મહેશ રાઠોડ ત્રણ ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને અપરિણીત છે મહેશ રાઠોડને કામ બાબતે તેના પિતા લક્ષ્મણભાઈ રાઠોડે ઠપકો આપતા લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ચોટીલાના લાખણકા ગામે રહેતા મંજુબેન કેશુભાઈ સોલંકી નામના 50 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા. ત્યારે બીમારીથી કંટાળી એસિડ પી લીધું હતું મંજુબેન સોલંકીને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં મંજુબેન સોલંકીને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
AmbardiinJasdan'sSon scolds father overWork
Advertisement
Next Article
Advertisement