For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાએ વેચેલી ખેતીની જમીનમાં પુત્રનો કોઇ હક્ક નથી: SDM ગોંડલ

12:09 PM Dec 15, 2023 IST | Sejal barot
પિતાએ વેચેલી ખેતીની જમીનમાં પુત્રનો કોઇ હક્ક નથી  sdm ગોંડલ

મુળ ચરખડીના હરસુખભાઇ ઓઘડભાઇ લીલાએ તેની ખેતીની જમીનનું રજી.દસ્તાવેજથી વેચાણ કરતા વેચનારના પુત્ર ભાવેશભાઇ હરસુખભાઇ લીલએ વેચાણ કરવામાં આવેલ જમીનમાં તેનો હકક છે અને તેના પિતાએ વેચાણ થતી જમીન તેના પુત્ર ભાવેશના હિસ્સે આપવાનો કરાર કરી આપેલ હોય તેમજ વડીલોપાર્જીત જમીન હોય તેમજ દસ્તાવેજમાં સંમતિ આપનાર તરીકે તેના બીજ પુત્ર શનિ તથા પુત્રી મિતલની સહી હોય જયારે સંમતિ આપનાર પ્રમાણીત થવા સામે પુત્ર ભાવેશ દ્વારા વાંધા-અરજી આપવામાં આવતા પિતા વતી ગોંડલના એડવોકેટ નિરંજય શિવલાલ ભંડેરી મારફતે ડેપ્યુટી કલેકટર કોર્ડ-ગોંડલ સમક્ષ જવાબ તથા દલીલી રજુ કરવામાં આવેલી. કે તે કરાર નોટરાઇઝ હોય અને તે કરારની શરતોનું પાલન પુત્ર ભાવેશ દ્વારા કરવામાં આવેલ ન હોય જેથી તેના પિતાએ તે કરાર રદબાતલ કરેલ છે તેમજ કહેવાતા કરારના આધારે પુત્ર ભાવેશ દદ્વારા ગોંડલ સિવિલ કોર્ટમાં દિવાની રાહે દાવો દાખલ કરવામા આવેલ હોય. તેમજ રેવન્યુ રેકર્ડ પ્રમોલગેશન ઉતરોતર નોંધનો બારીકાઇ પુર્વક અભ્યાસ કરવામા આવે તો વેચાણ થતી જમીન વડીલોપાર્જીત પ્રકારની નહી પરંતુ સ્વપાર્જીત પ્રકારની જમીન હો જેથી આવી જમીનનું વેચાણ કરવા માટે કાયદા મુજબ પિતાને પુત્રની સંમતિની જરૂરીયાત રહેતી નથી તેમજ જેતે વખતે ખરીદનારે જમીન ખરીદ કરતા પહેલા વર્તમાનપત્રમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી ઓબ્જેકશન ઇન્વાઇટ કરાવેલ હોય તે વખતે પણ કાંઇનો વાંધો આવેલ ન હોય ત્યારબાદ આશરે ચારેક માસ બાદ રજી.દસ્તાવેજ કરવામાં આવેલ હો જેથી વાંધેદાર પુત્ર ભાવેશની તકરાર ટકવાપાત્ર ન હોય તે તમામ રજુઆતો ધ્યાને લઇ ગોંડલના ડેપ્યુટી કલેકટર રાહુલભાઇ ગમારા એ વાંધેદાર પુત્રની વાંધા-અરજીના મંજુર કરી પિતાએ જે આસામીને જમીનનુ વેચાણ કરેલ તે ખરીદનારના નામે રેવન્યુ નોંધ પ્રમાણીત કરવાનો હુકમ તા.6/12/2023ના રોજ કરેલ છે. આ કામે જમીન વેચનાર પિતા તરફે ભંડરી એવોકેટસ ગોંડલના સિનિર ધારાશાસ્ત્રી શિવલાલ પી.ભંડેરી, અંબાગૌરી એસ.ભંડેરી, નિરંજય એસ.ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભક્તિ એસ. ભંડેરી તથા રવિરાજ પી.ઠકરાર રોકાયેલા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement