રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ નજીક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત

01:52 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજનાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે પિતા સહીત અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી સાંજે ગોંડલથી ડૈયા રોડ પર ડૈયેશ્રવર મહાદેવ મંદિર પાસે ત્રીપલ સવારીમાં બાઈક પર ગોંડલથી ડૈયા જઇ રહેલા સુરેશભાઈ રમશુભાઇ ભુરીયા ઉ.25 તેના પિતા રમશુભાઇ તથા ભરતભાઇ ઠાકોરને પુરપાટ ધસી આવેલા કાર ચાલકે હડફેટે લેતા બાઇક સહિત ત્રણેય ફંગોળાયા હતા. જેમાં ગંભીર ઇજાને કારણે સુરેશભાઈનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જયારે રમશુભાઇ તથા ભરતભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બાઈક મૃતક સુરેશભાઈનાં પિતા રમશુભાઇ ચલાવતા હતા. અકસ્માત થતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજયું હતું. સુરેશભાઈ તેના પરિવાર સાથે પચ્ચીસ દિવસથી પ્રકાશભાઈ શિયારાની વાડીએ ખેતમજુરીનાં કામે લાગ્યા હતા. સંતાનમાં ત્રણ બાળકો હોવાનું જાણવા મળેલ હતું. બનાવ અગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
bikedrivergondalhitsnearSon dies in front of father when car
Advertisement
Next Article
Advertisement