રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રીબડામાં કાલે સ્નેહમિલન, જયરાજસિંહ જૂથનું શક્તિપ્રદર્શન

12:44 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

ગોંડલમાં ધારાસભાની ચુંટણી સમયે જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ જૂથે ખાંડા ખખડાવ્યા બાદ હવે ચુંટણીના એક વર્ષ બાદ રીબડામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા લેઉવા પટેલ સમાજના સ્નેહમિલનના નામે આવતી કાલે શુક્રવારે શક્તિ પ્રદર્શનનું આયોજન કરતા ગોંડલના રાજકારણમાં કાતીલ ઠંડી વચ્ચે પણ ભારે ગરમાવો આવી ગયો છે.
આવતીકાલે રીબડામાં યોજાનાર લેઉવા પટેલ સમાજના આ સ્નેહ મિલનમાં સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જયરાજસિંહ જાડેજા, ડો. ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળિયા, મગનભાઈ ધોણિયા, કુરજી ભાલાળા, ગોપાલ શિંગાળા સહિતના આગેવાનો હાજર રહેનાર હોવાનું આમંત્રણ પત્રિકામાં જણાવ્યું છે.
કાલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહા સંમેલન યોજવાનું છે. આ મહા સંમેલનને લઈને ગોંડલનો રાજકારણ ગરમાઈ ગયું છે. સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ગઢ રીબડામાં આયોજિત પાટીદાર સમાજના મહા સંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે. જયરાજસિંહ જૂથે અનિરુદ્ધસિંહના રીબડા જૂથને તેના ગઢમાં ચેલેન્જ આપી છે.
ગોંડલમાં ગત વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ ખેંચતાણ થઈ હતી. બાદમાં ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને રીબડા ગ્રુપ સામસામે આવી ગયા હતા. ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા. પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રીબડા જૂથનું સરનામું ભૂંસી નાખવાની હુંકાર ભરી હતી. બંને પક્ષો વચ્ચે થયેલી ખેંચતાણને કારણે આ મહા સંમેલન પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે.
રિબડા ખાતે લેવા પાટીદાર સમાજનો મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલ ગ્રુપ અને જય સરદાર યુવા ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ ઘડાયો છે. કાર્યક્રમને લઈને રીબડામાં તડામાર તૈયારી શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

સંમેલનથી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ : કોંગ્રેસ પ્રમુખનો આરોપ

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયાએ જણાવ્યું કે આ સંમેલન લેઉવા પાટીદાર સમાજને અને અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. ભૂતકાળમાં લેઉવા પાટીદાર સમાજના અનેક યુવાનોની રાજકીય હત્યાઓ થઈ છે. હાલમાં લેઉવા પાટીદાર સમાજ ગોંડલમાં શાંતિથી જીવી રહ્યો છે ત્યારે આવા સંમેલનોથી સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો સંમેલન યોજવું હોય તો ડુંગળીની નિકાસ ફરીથી શરૂૂ કરવા માટે સંમેલન યોજવું જોઈએ. કારણ કે ખેડૂતોને પોતાની ઉપજના ભાવ નથી મળી રહ્યા. કેટલાક સામાજિક આગેવાનો ચાપલુસી કરવા અને પોતાની રાજકીય જમીન બચાવવા માટે આવા સંમેલનોને ટેકો આપી રહ્યા છે. સંમેલનથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થવાનો નથી. આશિષ કુંજડીયાએ વધુમાં જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા પોતે અનેક બોડીગાડોથી ઘેરાયેલો રહે છે. તે પોતાની સુરક્ષા નથી કરી રહ્યા તો લેઉવા પાટીદાર સમાજની સુરક્ષા કેવી રીતે કરશે? લેઉવા પાટીદાર સમાજના યુવાનો ગંભીર ગુનાઓમાં જેલમાં સબડી રહ્યા છે. તે કોના કારણે જેલમાં છે એ સમગ્ર સમાજ જાણે છે. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં પાટીદાર સમાજે હાથો બનવાની જરૂૂર નથી.

Tags :
GroupJayarajsinghofpowershowSnehmilan tomorrow in Ribda
Advertisement
Next Article
Advertisement