For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ લવાતો 42 લાખનો દારૂ ઝડપી લેતું SMC

11:37 AM Dec 11, 2023 IST | Sejal barot
રાજકોટ લવાતો 42 લાખનો દારૂ ઝડપી લેતું smc

દારુની હેરાફેરી માટે રૂૂટ બદલવાથી લઈ વાહનો બદલી અનેક નવી તરકીબો અપનાવી બુટલેગરો ખુલ્લેઆમ દારૂૂ મોકલાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે વખત પોલીસે ટેન્કરમાંથી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે.સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી પૂર્વ બાતમીને આધારે અમદાવાદની ભાગોળે સરદાર પટેલ એક્સપ્રેસ હાઇવે પરના રાજકોટ તરફના ટોલનાકા નજીકથી ગેસના ટેન્કરમાં લદાયેલો 41 લાખ 78 હજાર 800ની કિંમતનો વિદેશી દારૂૂ ઝડપી લઇ ટેન્કર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ રૂૂરલ પોલીસ સ્ટેશન હેઠળના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે દરોડો પાડનારા એસએમસીના પીએસઆઇ આઇ. એસ. રબારીએ વિધીવત કાર્યવાહી કરી છે. 25 લાખની કિંમતના ટેન્કર સહિત 66,85, 750નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. એચપી ગેસના મસમોટા ટેન્કરમાં દારૂૂની હેરફેર થતી હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. ઝડપાયેલા ટેન્કર ડ્રાઇવર રાજસ્થાનના ભટાલા, સિદાધરીના ભૂપતલાલ હેમારામ મેઘવાળની પુછતાછ કરવામાં આવતાં તેણે આ દારૂૂ પોતાને રાજસ્થાન ગંગાનગરના મુકેશે મોકલ્યો હતો. પોતાને આ દારૂૂ ભરેલુ ટેન્કર રાજકોટ નજીક પહોંચાડવાનું કહ્યું હતું. અહિ પહોંચ્યા બાદ ડિલીવરી લેવા આવનાર ફોન કરશે તેવું જણાવાયું હતું. એસએમસીની ટીમે આ અજાણ્યા શખ્સના મોબાઇલ નંબર મળતાં તેના આધારે દારૂૂ મંગાવનાર કોણ તેની તપાસ હાથ ધરી છે.
પોલીસે એનએલ01એલ-4977 નંબરનું ટેન્કર કબ્જે કરી તેના માલિક સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બૂટલેગરો સુધી આ દારૂૂ પહોંચે એ પહેલા એસએમસીએ પકડી લીધો છે.ત્યારે પોલીસ હવે બુટલેગરોની નવી મોડેસ ઓપરેન્ડીથી ચોંકી ગઈ છે અને દારુનો જથ્થો અટકાવવા પોલીસ પણ નવા-નવા પેંતરા અજમાવતી જોવા મળી રહી છે. સ્ટેટ મીનીટરીંગ સેલ દ્વારા ત્રણેક દીવસ પૂર્વેજ એસીડના ટેન્કરમાં ચોરખાનું બનાવી 25 લાખનો વિદેશી દારૂ સંતાડયો હતો. ત્યારે વધુ એક વખત રાજકોટ આવતો વિદેશી દારૂનો લાખોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

Advertisement

પાણીના ટેન્કર અને લકઝરી બસમાં પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા દમણ અને મહારાષ્ટ્રથી દારૂૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. પોલીસની કડકાઇ વધતાં પાણીના ટેન્કર અને લકઝરી બસમાં સીટ નીચે કે મુસાફરોના માલ સામાનમાં દારૂૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. જોકે પોલીસના બાતમીદારો એક્ટિવ થઇ જતાં આવા તત્ત્વોને પણ ઝડપી લેવામાં આવી રહ્યા છે. તેમજ અમદાવાદની જે હોટલોમાં લીકરશોપ છે અને જ્યાં હેલ્થ પરમિટવાળા લોકો તથા ગુજરાત બહારથી આવેલા મહેમાનોને દારૂૂ વેચવામાં આવતો હોય છે તેવી લીકર શોપથી પણ પરમિટધારકોએ પોતાનો ક્વોટા લઇ લેવા માટે લાઇનો લગાવી દેતાં ધસારો વધ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement