રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સલાયાના વહાણે પોરબંદર નજીક ખરાબ હવામાનના લીધે લીધી જળસમાધિ

01:00 PM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

સલાયાનું એમએસવી અલ નીઝામુદિંન વહાણએ પોરબંદર થી 70 નોટીકલ માઈલ દૂર ખરાબ હવામાનના લીધે જળ સમાધિ લીધી છે.આં રોજ વહેલી સવારનો આં બનાવ છે.આં વહાણમાં ચોખા તેમજ ટાઇલ્સ વગેરે જનરલ કાર્ગો ભરેલ હતા. અને જ્યાં પોરબંદર થી 70 નોતિકલ માઈલ દૂર હવામાન ખરાબ થતાં આં વહાણ ડૂબવા લાગેલ હતું.તેમાં રહેલ 12 ખલાસી અને એક ટંડેલ કુલ 13 લોકોએ બાજુમાંથી પસાર થતા પોરબંદરનાં હરિહર વહાણે બચાવી લીધા હતા. આ તમામ લોકો સલાયા ,ખંભાળિયા અને ઓખાના હતા.જોતજોતામાં નિઝામુદ્દીન વહાણે દરિયામાં જલ સમાધિ લઈ લીધી હતી. આ વહાણ સલાયા આમદ ઇબ્રાહિમ ભાયા ની માલિકીનું હતું.આં વહાણ ના રજીસ્ટ્રેશન નંબર ળક્ષદ.1535 હતા. આ વહાણ ની કેપીસિટી અંદાજે 700 ટન જેટલી હતી. આ વહાણે જલ સમાધિ લીધાના સમાચાર સલાયા મળતા વહાણવટી ભાઈઓમાં ભારે દુ:ખની લાગણી છવાઈ ગઈ હતી.

Advertisement

Tags :
nearPorbandarSalya's ship catches water due to badWeather
Advertisement
Next Article
Advertisement