રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પરિણીતાને છૂટાછેડા લેવડાવી સેલ્સ મેનેજરે આચર્યું દુષ્કર્મ

01:30 PM Dec 23, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં વિકૃત માનસ ધરાવતા શખ્સો દ્વારા યુવતી અને તરુણીઓ સાથે સોશિયલ મીડિયા એપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવી અને બાદમાં તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઇ તેને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપ્યા બાદ બળાત્કાર ગુજારવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
રાજકોટમાં આવેલા એક મોબાઈલ શોપમાં કામ કરતી પરિણીતાને તેની સાથે જ કામ કરતા પરિણીત યુવક સાથે ત્રણ મહિના પહેલા પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે સોશિયલ મીડિયા એપ પર વાતચીત થઈ હતી બાદમાં યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી તેના પતિ સાથે છુટા છેડા લેવડાવી બસ પોર્ટ પાસે આવેલી પર્લ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
વધુ વિગતો મુજબ,રાજકોટમાં રૈયા રોડ પર હનુમાન મઢી નજીક રહેતી 28 વર્ષની પરિણીતાએ પોતાની ફરિયાદમાં હેમુ ગઢવી હોલ પાછળ સર્વોદય સોસાયટીમાં પ્રેમ લક્ષ્મી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા રવિભાઈ કાંજાણીનું નામ આપતા તેની સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ મામલે એ ડિવિઝન પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરા,રાઇટર વી.વી.જાડેજા અને અશ્વિનભાઈ સહિતના સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે,પોતે એક જાણીતી મોબાઈલ શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.તેમજ ત્યાં જ સેલ્સ મેનેજર તરીકે રવિ કામ કરતો હતો.તેની સાથે ત્રણેક મહિના પહેલા પરિચય થયો હતો અને તેની સાથે રોજ વાતચીત થતી હોય જેથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.તેમજ રવિ પણ પરિણીત હોય તેમણે કહ્યું કે તું તારા પતિ સાથે અને હું મારી પત્ની સાથે છુટા છેડા લઈ તારી સાથે લગ્ન કરીશ તેવું ખોટું વચન આપી રવિએ બસપોર્ટ પાછળ આવેલી પર્લ હોટેલ પર લઈ જઈ શરીર સબંધ બાંધ્યો હતો અને બાદમાં પરિણીતા વિશ્વાસમાં આવી જતા તેણીએ તેના પતિ સાથે છુટા છેડા લઈ લીધા હતા બાદમાં રવિએ પોતાની પત્ની સાથે છુટા છેડા નહીં લઈ પરિણીતાને લગ્ન કરવાની ના પાડી દેતા પરિણીતાએ રવિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Tags :
bydivorcinghisrapeSales manager committedWife
Advertisement
Next Article
Advertisement