For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સહકાર રમતોત્સવ: રાજકોટ અને જૂનાગઢ જિલ્લા બેંક વિજેતા

12:15 PM Dec 13, 2023 IST | Sejal barot
સહકાર રમતોત્સવ  રાજકોટ અને જૂનાગઢ જિલ્લા બેંક વિજેતા

સહકાર રમતોત્સવ-2024નો રોમાંચક શુભારંભ થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની ક્રિકેટ મેચ રાજકોટ ખાતે તા. 9 થી 11 દરમિયાન રમાયેલી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની સાથોસાથ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્રિકેટ મેચ રમાડવામાં આવેલ. આ ચારેય ઝોનની વિજેતા ટીમો અમદાવાદ ખાતે ક્રિકેટ મેચ રમશે. સૌરાષ્ટ્ર-ક્ચ્છ ઝોનમાં વિજેતા બનેલ રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક અને જુનાગઢ જીલ્લા સહકારી બેંક લિ. ટીમ હવે અમદાવાદ ખાતે રમવા જશે.
મેક ક્રિકેટ એકેડમી, 150 ફુટ રીંગ રોડ, માધાપર સર્કલ પાસે, સુંદરમ સીટીની સામે, માધાપર, રાજકોટ ખાતે યોજાયેલ મેચમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.. જુનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ., ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ., જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ., ગોંડલ નાગરિક સહકારી બેંક લિ. અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ., કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેંકિંગ યુનીયન લિ., જુનાગઢ જીલ્લા સહકારી બેંક લિ., રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., કચ્છ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિ., વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ., સુરેન્દ્રનગર ડીસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંક લિ. વચ્ચે અલગ-અલગ શેડ્યુલ્ડ મુજબ ક્રિકેટ મેચ રમાયેલ હતો. તે પૈકી રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક અને જુનાગઢ જીલ્લા સહકારી બેંક લિ.ની ટીમ વિજેતા બની હતી.
વિશેષમાં અમદાવાદ ખાતે યોજાયેલ બેડમિંટન ટુર્નામેન્ટમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના કર્મચારી પલકબેન બક્ષીએ સેક્ધડ રેન્ક મેળવેલ હતો.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ., ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન અને અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘સહકાર રમતોત્સવ-2024’ની સફળતા માટે સહકારી આગેવાન અજયભાઇ પટેલ અને જ્યોતીન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ સહકારી કાર્યકર્તાઓ વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે. ક્રિકેટ ઉપરાંત કબડ્ડી, ટેબલ-ટેનિસ, બેડમિંટન વગેરે રમત પણ તબક્કાવાર રમાડવામાં આવી રહી છે. રાજકોટ ખાતે તા. 9 અને 11 દરમિયાન રમાયેલ ક્રિકેટ મેચમાં સહકારી આગેવાન જ્યોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ-ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન), સાગરભાઇ કોટેચા (જુનાગઢ જીલ્લા સહકારી બેંક લિ.), વી. એમ. સખીયા (સીઇઓ-રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.), રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માંથી ચંદ્રેશભાઇ ધોળકીયા (ડિરેકટર), અશોકભાઇ ગાંધી (ડિરેકટર), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), કામેશ્ર્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.), પ્રશાંતભાઇ રૂપારેલીયા (ચીફ મેનેજર), કિશોરભાઇ મુંગલપરા (મેનેજર-સ્ટાફ રિલેશન), વિપુલભાઇ દવે (પ્રમુખ-જાગૃત કર્મચારી મંડળ), સાગરભાઇ શાહ (મેનેજર), સચીનભાઇ ઘેલાણી અને ગૌરવભાઇ વજાણી, એમ. જે. દવે વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement