રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સહજાનંદ સોસાયટી અને વાવડીમાં બે વર્ષના બે માસૂમ રમતા રમતા અગાશી પરથી પટકાતાં મોત

04:20 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં આવેલી સહજાનંદ સોસાયટી અને વાવડી વિસ્તારમાં બે વર્ષના બે માસુમ બાળક અગાસી પર રમતા રમતા અકસ્માતે નીચે પટકાતા બંને બાળકના મોત નીપજયા હતા જેમાં એક બાળક બીજા માળેથી એને બીજો માસુમ અગાસી પરથી પટકાતા કરુણ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકના મોતથી બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કિસાન ગૌશાળા પાસે આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા પરિવારનો અશફાક મંજૂરભાઈ મન્સૂરી નામનો બે વર્ષનો માસુમ બાળક બે દિવસ પૂર્વે પોતાના ઘરે અગાસી ઉપર રમતો હતો ત્યારે રમતા રમતા અકસ્માતે નીચે પટકાયો હતો માસુમ બાળકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગંદગીની છવાઈ જવા પામી છે. જ્યારે બીજા બનાવમાં વાવડી વિસ્તારમાં રહેતા પરિવારનો બાદલ મનજેભાઈ પાસવાન નામનો બે વર્ષનો માસુમ બાળક સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે બીજા માળે રમતો હતો ત્યારે રમતા રમતા અકસ્માતે નીચે પટકાયો હતો નીચે પટકાયેલા માસુમ બાળકને ગંભીર ઇજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાદલ પાસવાન એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો અને બંને ભાઈ-બહેન જોડિયા બાળક હતા અને તેનો પરિવાર મૂળ બિહારનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
AbyfireballplayingrajkotSahajanand Society and Wawaditwo innocent two-year-olds died after being hitwhile
Advertisement
Next Article
Advertisement