For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયામાં કારખાનેદારના મકાનમાંથી પોણા બે લાખની ચોરી

05:17 PM Dec 06, 2023 IST | Sejal barot
કોઠારિયામાં કારખાનેદારના મકાનમાંથી પોણા બે લાખની ચોરી

રાજકોટના કોઠારીયા ગામે રહેતા કારખાનેદારના દોઢ કલાકમાં બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રૂૂ.1.76 લાખની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસમાં નોંધાઈ હતી.આ બનાવ અંગે હાલ પોલીસે વધુ તપાસ આદરી છે.આ ચોરીના ગુન્હામાં કોઈ જાણ ભેદુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે.
વધુ વિગતો મુજબ,કોઠારીયા ગામમાં ગેઇટની અંદર બેન્ક ઓફ બરોડાની બાજુમાં રહેતા પંકજભાઇ ભીખાભાઇ ડોબરીયા (પટેલ) (ઉ.વ.37)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પટેલનગર ઇન્ડસ્ટ્રઈઝ એરીયામા સુરજ ડાઇ કાસ્ટીંગ નામનુ કારખાનુ ચલાવી વેપાર ધંધો કરૂૂ છુ.ગઇ તા.05 ના સાંજના સાડા છએક વાગ્યે પત્ની ભાવીશાબેન અમારા ઘરને તાળા મારી મારા મોટાબાપુ કોઠારીયા ગામ ચબુતરા પાસે રહે છે તેનું અવસાન થયું હોય જ્યા સાંજનુ જમવાનુ હોય અને હુ ત્યા જ હોય જેથી પત્ની ત્યાં આવેલ અને તે જમીને પાછા સાડા સાતેક વાગ્યે ઘરે ગયેલ અને ઘરે જઈ જોતા અમારા મકાનની ડેલી અંદરથી બંધ હોય જેથી મારા પત્નીએ મને ફોન કરી જાણ કરી કે પોતે ડેલી બહારથી બંધ કરીને ગઈ હતી.પરંતુ હાલ મકાનની ડેલી અંદરથી બંધ છે તો તમે જલ્દી ઘરે આવો જેથી હુ મારા ઘરે ગયો અને ડેલી ટપી અંદર ગયો તો મકાનના દરવાજા ખુલ્લા હતા અને પત્નીએ કહેલ કે પોતે તાળુ મારી ચાવી ફળીયામા બરણીમા રાખી હતી.
જેથી અમે મકાનમા જઈ જોતા રૂૂમનો દરવાજાનુ તાળુ પણ ચાવી વડે ખોલ્યું હતું.
જે ચાવી મારા હોલમા કેલેન્ડર પાસે રાખી હતી અને રૂૂમમા દીવાલમા લાકડાનુ ફર્નીચર કરાવેલ કબાટ છે જેનો લોક તુટેલો જોવામા આવેલ અને કબાટ ખુલ્લો જોવામા આવ્યો અને સામાન વેર વીખેર જોવામા આવ્યો હતો.જેથી અમે કબાટ મા તપાસ કરતા અમે રાખેલ સોનાના દાગીના અને રોકડા રૂૂ.7000 મળી કુલ રૂૂ.1.76 લાખ જોવામા આવ્યા નહીં અને ચોરી થયા અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં તપાસ આદરી છે.

Advertisement

ચોરી થયેલા ઘરેણાંની થેલી ઘર નજીકથી મળી આવી

કારખાનેદારના દોઢ કલાક બંધ રહેલા મકાનના તાળાં ખોલી કોઈ અજાણ્યા શખ્સે ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી.આ બનાવમાં ઘરના ફળિયામાં રહેલી બરણીમાં રાખેલી ચાવીથી તસ્કરે તાળાં ખોલી ચોરી કરી હતી.જેથી આ ચોરીના બનાવમાં કોઈ જાણ ભેદુ હોવાની શંકા છે.તેમજ તસ્કર જ્યારે ચોરી કરીને ભાગ્યો બાદમાં ઘરેણા ભરેલી થેલી ઘર નજીક ફેંકી રોકડ લઈ નાસી ગયો હતો.જેથી કારખાનેદારને દાગીના ભરેલી થેલી રેઢી મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement