રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રિક્ષાચાલકની બેદરકારીએ નિર્દોષ પિતા-પુત્રનાં જીવ લીધા, 4ને ગંભીર ઇજા

04:08 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

રાજકોટમાં કુવાડવા હાઈવે ગોજારો બન્યો હોય તેમ અવાર-નવાર અકસ્માત સર્જાયા હોવાની અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ગ્રીનલેન્ડ ચોકડી ચોકડી નજીક રીક્ષા ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ પિતા-પુત્રએ જીવ ગુમાવ્યા છે. જેમાં રીક્ષા ચાલકે અચાનક ટન મારતા પાછળથી આવતા ડમ્પરે રિક્ષાને ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પિતા પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કુવાડવા રોડ ઉપર આવેલી રણછોડવાડીમાં રહેતા પ્રવીણભાઈ પરસોતમભાઈ ગરસોંદીયા (ઉ.વ.40) અને તેનો પુત્ર મયંક પ્રવીણભાઈ ગરસોંદીયા (ઉ.વ.18), કુવાડવા રોડ ઉપર આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રહેતા જનકબા મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.60), મધુબેન નારણભાઈ જાદવ (ઉ.વ.40) નારણભાઈ હરજીભાઈ જાદવ (ઉ.વ.43) અને આશરે 20 વર્ષનો અજાણ્યો યુવાન રિક્ષામાં બેસી કુવાડવા તરફથી રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવાગામ જવાના રસ્તા ઉપર જુના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે રિક્ષાને પાછળથી ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણભાઈ ગરસોંદીયા અને તેના પુત્ર મયંકભાઇ ગરસોંદીયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર મુસાફરોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કુવાડવા રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગે જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસ માથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી મૃતક પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણભાઈ ગરસોંદીયા ત્રણ ભાઈમાં મોટા છે અને તેમને સંતાનમાં બે પુત્ર હતા. જેમાં તેમનો પુત્ર મયંક ગરસોંદીયા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પ્રવીણભાઈ ગરસોંદીયા પુત્ર મયંક ગરસોંદીયા સાથે કામ સબબ બહાર ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રીક્ષા ચાલકે અચાનક ટન મારતા પાછળથી આવતા ડમ્પરે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ડમ્પર ડ્રાઇવર સામે ગુનો નોંધાયો, બેદરકાર રિક્ષાચાલક સામે કેમ નહીં ?

રાજકોટની ભાગોળે કુવાડવા હાઇ-વે ઉપર ગઇકાલે મોડી સાંજે રિક્ષા ચાલકે બેદરકારી પૂર્વક યુ-ટર્ન લેતા રીક્ષા રેતી ભરેલા તોતીંગ ડમ્પરની હડફેટે ચડી ગઇ હતી અને રીક્ષામાં બેઠેલા મુસાફર પિતા-પુત્રનાં કરૂણ મોત નિપજયા હતા. આ ઘટનામાં ડમ્પરના ચાલક સામે ગુનો નોંધાયો છે પરંતુ બેદરકારી દાખવી યુ-ટર્ન લઇ જીલવેણ અકસ્માતને આમંત્રણ આપનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો નથી. આ અકસ્માતના વાઇરલ થયેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રીક્ષા ચાલકે ગંભીર બેદરકારી દાખવી ટ્રકની ડાબીબાજુથી ઓવર ટેઇક કરી સીધો યુ-ટર્ન લઇ લીધો હતો અને તેના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્યારે રીક્ષા ચાલક સામે પણ ગુનો નોંધવો જોઇએ.

Tags :
andinjured 4Rickshaw driver's negligence took lives of innocent fatherseriouslyson
Advertisement
Next Article
Advertisement