For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનું છોડાવી દેવાના નામે 2.31 લાખની ઠગાઇ કરનાર પૂર્વે ટ્રાફિક વોર્ડનને ઝડપી લીધો

04:26 PM Dec 18, 2023 IST | Sejal barot
સોનું છોડાવી દેવાના નામે 2 31 લાખની ઠગાઇ કરનાર પૂર્વે ટ્રાફિક વોર્ડનને ઝડપી લીધો

કાલાવડ રોડ પરની સૂર્યોદય સોસાયટી શેરી નં.1માં રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતાં અને દિવાનપરા પોલીસ ચોકીની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતાં ઉમંગ જેન્તીભાઈ ધકાણ (ઉ.વ.31) સાથે ગીરવે મુકેલું સોનું છોડાવવાના બહાને આરોપી યોગેશ અશોક જીલકાએ 2.31 લાખની છેતરપિંડી કર્યાની એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે આરોપી યોગેશ પૂર્વ ટ્રાફિક વોર્ડન છે. તેની સામે આજ રીતે એક મહિલા સાથે 3.50 લાખથી વધુ રકમની છેતરપિંડી કર્યાની થોડા સમય પહેલાં ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તે ઘણાં સમય સુધી વોન્ટેડ રહ્યા બાદ બે દિવસ પહેલા જ તેની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેના વિરૂૂધ્ધ બીજી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં ઉમંગભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.9ના રોજ આરોપી યોગેશ તેની ઓફિસે આવ્યો હતો. આવીને તેને કહ્યું કે રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસેની ફાયનાન્સની ઓફિસમાં તેનું 55 ગ્રામ 900 મીલીગ્રામ સોનું ગીરવે મુકેલું છે. જેની ઉપર તેણે રૂૂા. 2.રપ લાખની લોન લીધી છે. જે દાગીના હવે તેને છોડાવી વેચી નાખવા છે. જેથી દાગીના છોડાવી આપવાનું કહેતાં તેણે બધી પ્રોસેસ કર્યા બાદ તેની ઓફિસમાં કામ 1 કરતાં ધીરૂૂભાઈ રાણપરાને રૂૂા. ર લાખ આપી આરોપી યોગેશ સાથે સોનું છોડાવવા ફાયનાન્સની ઓફિસે મોકલ્યો હતો.જયાં પહોંચ્યા બાદ ધીરૂૂભાઈએ વધુ રૂૂા.31 હજાર ભરવા પડશે તેમ કહેતાં ફાયનાન્સ કંપનીમાં રૂૂા.31 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર બાદ ધીરૂૂભાઈએ તેને કોલ કરી જણાવ્યું કે લોનની રકમ ફાયનાન્સ કંપનીમાં ભરાઈ ગયા બાદ આરોપી યોગેશ સિગારેટ પીવા જવાના બહાને નીકળી ભાગી ગયો છે. લોન લીધા અંગેની પહોંચ પણ સાથે લેતો ગયો છે.જેથી તેના વિરૂૂધ્ધ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપીને પકડી કાર્યવાહી આદરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement