For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાહેરનામા ભંગ સામે લાલ આંખ, 33 ભારે વાહનો ડીટેન

04:35 PM Dec 15, 2023 IST | Sejal barot
જાહેરનામા ભંગ સામે લાલ આંખ  33 ભારે વાહનો ડીટેન

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે શહેરમાં 150 ફૂટ રોડ ઉપર માતેલા સાંઢની માફક ફરતા અને પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરતા 33 ભારે વાહનો મળી કુલ 39 વાહનો ટ્રાફિક પોલીસના સ્ટાફે ડિટેઇન કર્યા છે.ભારે વાહનો 150 ફૂટ રિંગ રોડ પર ગમે ત્યાં મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરી દીધેલા ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ થઈ રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે પણ જાહેરનામાંની કડક અમલવારી શરૂૂ કરી દીધી છે.
વધુ વિગતો મુજબ,ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ 150 ફૂટ રોડ ગોંડલ બ્રિજ શરૂૂ થયા બાદ આ રોડ ઉપર ખાનગી બસો કે ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પાંચ મહિના પહેલાં બહાર પાડવામાં આવ્યું હતું.આ જાહેરનામાનો હવે કડક કાર્યવાહી સાથે અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી,જેસીપી વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ,એસીપી જે.બી.ગઢવીની રાહબરીમાં ગઇકાલે મુખ્ય રસ્તાઓ પર પાર્ક કરી દેવાતા ભારે વાહનો સામે જાહેર નામાં ભંગ બદલ કાર્યવાહી કરી ડિટેઇન કરવા ડ્રાઇવ રાખવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસના સેક્ટર 1ના પીએસઆઈ આર.એસ.પરમાર દ્વારા 117 કેસ કરી રૂૂ.54,600નો દંડ વસુલ કરી 1 વાહન ડિટેઇન કર્યું હતું.સેક્ટર-2ના પીઆઇ જીજ્ઞેશ દેસાઈ દ્વારા 13 ભારે વાહનો ડિટેઇન કર્યા હતા.સેક્ટર 3ના પીઆઇ એન.જી.વાઘેલા દ્વારા 11 ભારે વાહનો તેમજ 4 રીક્ષા તેમજ 2 બાઈક ડિટેન કર્યા હતા.સેક્ટર 4ના પીઆઇ વી.આર.રાઠોડ દ્વારા 8 ભારે વાહનો ડિટેઈન કર્યા હતા.આમ ટ્રાફિક શાખાની ટીમે કુલ 33 ભારે વાહનો 4 રીક્ષા તથા 3 બાઈક મળી કુલ 39 વાહનો ડિટેઇન કરી આકરી કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement