For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં લાખોનો વિદેશી દારૂ નાશ કરી રહેલા રોલરમાં આગ લાગતા નાસભાગ

11:54 AM Dec 14, 2023 IST | Sejal barot
ગોંડલમાં લાખોનો વિદેશી દારૂ નાશ કરી રહેલા રોલરમાં આગ લાગતા નાસભાગ

ગોંડલ સિટીએ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવેલ રેડ દરમ્યાન પકડાયેલ વિદેશી દારૂના મોટા પ્રમાણમાં જથ્થાનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખરાબાની જગ્યામાં 70 હજારથી વધુ વિદેશી દારૂની બોટલનો રૂપિયા 95 લાખ થી વધુ કિંમત રૂપિયાનો નાશ કરવામાં આવ્યો હતો.
ગોંડલ સિટીએ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 29 જેટલી કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 15,46,650/-ની 8348 વિદેશી દારૂની બોટલો તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 4 મહિના દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં 7 અલગ અલગ ગુન્હામાં કરવામાં આવેલ રેડ દરમ્યાન રૂપિયા 79,99,165/- ની 61,922 વિદેશી દારૂની બોટલનો શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો. ગોંડલ સિટી એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ રેડ દરમ્યાન કુલ 95,45,815/- રૂપિયાની 70,270 વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરતા સમયે સ્થળ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પ્રાંત અધિકારી રાહુલ ગમારા, DYSP કે.જી ઝાલા, ઈાશ બી.એલ.રોહિત, સિટી PI એ.સી. ડામોર, તાલુકા PSI જે.એમ. ઝાલા, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સિટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ દારૂની બોટલ પર ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના કંઠો સુકાયા હતા.દારૂના નાશ દરમિયાન રોડ રોલરમાં અચાનક આગ લાગતા રોડ રોલરના ચાલકે જીવ બચાવવા કૂદકો માર્યો ગોંડલ નગર પાલિકા ફાયર સ્ટાફ દ્વારા રોડ રોલરને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement